Site icon hindi.revoi.in

 શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય -હવે પ્રાદેશિક ભાષામાં થશે એન્જિનિયરિંગ અને ટેકનીકલ ક્ષેત્રનો અભ્યાસ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં નવી શિક્ષણનિતી આવી રહી છે, કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની અધ્યક્ષતા મળેલી એક ખાસ ઉચ્ચ સ્તરિય બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત  હવે આવનારા શૈક્ષણિત સત્રમાં એન્જિનિયરિંગ સહીતના કેટલાક ટેકનીકલ ક્ષેત્રનો આભ્યાસ પ્રાદેશીક ભાષામાં કરાવવામાં આવશે. જે હેછણ વિદાર્થીઓ સમગ્ર બાબતે માહિતગાર થઈ શકે અને અભ્યાસમાં પડતી મુશ્કેલીની સરળ બનાવી શકે.

આ માટે હવે મંત્રાલયે કેટલીક આઈઆઈટી અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીને અટલે કે એનઆઈટીને સુચનાઓ પણ આપી છે, આ બેઠકમાં એ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે એનઆઈટી કે જે  જેઈઈ અને નીટનું આયોજન કરાવે છે તે ,,પર્ધાત્મપ પરિક્ષાઓ માટેનો અભ્યાસ ક્રમ પણ હવેથી તૈયાર કરશે.

આ બેઠકમાં  યૂજીસીને પણ આદેશ આપવામાં આવ્યો છે કે, સમયસર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વહેંચા માટે એક હેલ્પલાઈન ટૂંકાગાળામાં શરુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓની તમામ સમસ્યાઓનું નિવારણ લાવવાની કામગીરી કરવામાં આવે.

નેશનલ ટેસ્ટ એજન્સીએ વિતેલા મહિનામાં 2021થી અંગ્રેજી અને હિન્દી સિવાય ક્ષેત્રીય ભાષામાં જેઈઈનું આયોજન કરવાની ઘોષણ કરી હતી, જો કે આઈઆઈટીએ હાલ આ અંગે હજી સુધી કોઈ નિર્ણય રજુ કર્યો નથી. આઈઆઈટી અને એનઆઈટીની સહમતી બાદ જ  નિર્ણયને અંતિમ નિર્ણય માનવામાં આવશે.

સાહીન-

Exit mobile version