Site icon hindi.revoi.in

હવે ઇન્કમટેક્સ સર્વે માટે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી જરૂરી – સીબીડીટીનો આદેશ

Social Share

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ આ માટે એક નવો આદેશ જારી કર્યો છે.આ આદેશ હેઠળ હવે આવકવેરા વિભાગના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લીધા વિના કોઈના પણ ઘરે કે ખાસ સ્થળે સર્વે કરી શકશે નહીં.

આદેશ અંતર્ગત આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રિન્સીપલ કમિશનર અથવા ચીફ કમિશનર કક્ષાના અધિકારીની મંજૂરી લીધા બાદ જ કોઈ પણ સ્થળ અથવા વ્યક્તિના નિવાસસ્થાનનો સર્વે કરી શકશે

સીબીડીટીએ આવકવેરા વિભાગના અધિકારીઓને સેન્ટ્રલ ચાર્જ, ઇન્ટરનેશનલ ચાર્જ, અને NeAC -નેશનલ ઇ- એસેસમેન્ટ સેન્ટર, અને NFAC રાષ્ટ્રીય ફેસલેસ એસેસમેન્ટ સેન્ટરના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની સર્વે કાર્યવાહી કરવાની જરૂર છે તો તેની મંજૂરી ઉચ્ચ કક્ષાના અધિકારીઓના કોલેજિયમથી લેવી પડશે. એ કાર્યવાહી મિલકત જપ્ત કરવાની હોઈ કે પછી સર્ચ
કરવાની.

મળતી માહિતી પ્રમાણે, કરવેરા અને અન્ય કાયદાઓમાં છૂટછાટ અને સુધારણાની કેટલીક જોગવાઈઓ અધિનિયમ ૨૦૨૦ અનુસાર આ આંતરિક આદેશ જારી કરવામાં આવ્યો . આ હુકમ આવકવેરા કાયદાની કલમ 133 એ હેઠળ કર અધિકારીઓના સર્વેક્ષણના અધિકાર અંગે છે.

આવકવેરા સર્વેક્ષણમાં, કર અધિકારીઓ કોઈ વ્યક્તિના નિવાસસ્થાન અથવા વ્યવસાયિક સ્થાપનમાં તેની હિસાબ કિતાબની તપાસ કરે છે, ઇલેક્ટ્રોનિક અને ઇ-મેઇલની વિગતો મેળવે છે. આ તપાસ એટલા માટે કરવામાં આવતી હોય છે કે ટેકસની બાબતમાં કોઈ એ કોઈ ગડબડ તો કરી નથી, આ સર્વેનો અર્થ એ નથી કે સંબંધિત સંસ્થાએ કરચોરી કરી છે. જો આ સર્વેમાં આ પ્રકારની ચોરીનો આક્ષેપ કરવામાં આવે છે અથવા શંકાસ્પદ છે, તો તે દૂર કરવા માટે અને પાક્કી માહિતી માટેજ અધિકારીઓ તપાસ કરે છે.

સાહીન-

Exit mobile version