Site icon hindi.revoi.in

હવે ચીનની સેનાની ગતિવિધિઓ પર ભારતીય સુરક્ષા એજન્સી રાખશે બાજ નજર-આ રહ્યો સપૂર્ણ પ્લાન

Social Share

 

ચીન સેનાની ગતિવિધિઓ પર નજર રાખવા તેમજ ભારતીય ક્ષેત્રમાં દરેક 4 હજાર કિલો મીટરની વાસ્તવિક નિયંત્રણ રેખા પર બાજ નજર રાખવાની માંગ કરતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું કે,આ માટે 4 થી 6 સેટેલાઈટની અનિવાર્યતા છે,સેટેલાઈટના માધ્યમથી ચીનની હરકતો પર ધ્યાન આપવામાં આપણાને ખાસ મદદ મળી રહેેશે.

ભારતીય સુરક્ષા એજન્સીને આ સેટેલાઈટની જરુર ત્યારે જણાઈ કે,  જ્યારે ચીનની સેના એ એલઓસી તરફથી શિનજિયાંગ વિસ્તારમાં યુદ્ધાભ્યાસની આડમાં વજનદાર હથિયારો  સાથે 40 હજારથી પણ વધુ સૈનિકો એકઠા કર્યા અને તે તમામને ભારતીય વિસ્તાર તરફ લાવવાનું શરુ કર્યું,તે સાથે જ અનેક સ્થળોને ભારતીય પ્રદેશમાં સ્થળાંતર કર્યું , મળતી માહિતી પ્રમાણે 14 કોર્પ્સના મુખ્ય મથક સહિત તે લેહમાં સ્થિત ભારતીય  સંરચનાને આશ્ચર્યચકિત કરે છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એજન્સીઓ એ જણાવ્યું હતું કે, ભારતીય વિસ્તારો અને ખીણ વિસ્તારોમાં ચીનના દળોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ સેટેલાઈટની ખુબ જ જરુર છે,આ સેટેલાઈટમાં હાઈ રિઝોલ્યુશન વાળા સેન્સર પણ છ,  જે નજીકથી નજર રાખવામાં મદદરુપ થાય છે, તેની સાથે સાથે નાની નાની દરેક ચીજ-વસ્તુ કે વ્યક્તિ પર સારી રીતે આ સેટેલાઈટ દ્રારા જનર રાખવા તે સક્ષમ છે.

આનાથી ક્ષમતા અને સંપત્તિથી દેશને ચીન અને અન્ય દેશો પર નજર રાખવા માટે અન્ય સહયોગીઓ પરની નિર્ભરતા ઓછી કરવામાં મદદ મળશે. સૂત્રો અનુસાર ભારતીય સશસ્ત્ર બળો પાસે પહેલાથી જ કેટલાક સૈન્ય ઉપગ્રહ છે જેનો પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુશ્મન પર કડી નજર રાખવા માટે ઉપયોગ કરી શકાય છે પરંતુ આ ક્ષમતાને વધુ મજબૂત કરવાની આવશ્યકતા છે.

ત્યારે તેઓ  સંપૂર્ણ રીતે વિઘટન નકારી રહ્યા છે અને ફિંગર -5 માં એક નિરીક્ષણ પોસ્ટ બનાવવા માંગે છે. ગોગરા ક્ષેત્રમાં હજી પણ કેટલાક લોકો સ્થિત છે.ચીનની ગતિવિધિઓ બાબતે સ્પષ્ટાના અભાવે ભારતીય પક્ષે લદ્દાખમાં તેમની સંખ્યા બનાવવા માટે સમય લીધો અને આસપાસના વિસ્તારોમાંથી સૈન્યને કાઢવા પડ્યા.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે 14 જુલાઇના રોજ ચીન કર્પ્સ કમાન્ડર કક્ષાના વાટાઘાટમાં દુર્ગમ વિસ્તારોમાંથી સૈન્યને દૂર કરવાના વચનને પણ પુરુ કરી રહ્યા નથી. ઉચ્ચ સ્તરની વાતચીત પછી ચીની સૈનિકો કેટલાક વિસ્તારોમાંથી પાછા ફર્યા હતા જો કે,હાલમાં પણ ઘણા વિસ્તારોમાં ચીની સૈનિકો સ્થાયિ છે. હવે આ દ્રશ્યેને ધ્યાનમાં લઈને ભારતે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.જેના કારણે હવે સુરક્ષા એજન્સીઓ આ સેટેલાઈટની માંગ કરી રહી છે.

સાહીન-

 

Exit mobile version