1. Home
  2. revoinews
  3. સતર્ક સુરત, કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કર્યું આ કામ
સતર્ક સુરત, કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કર્યું આ કામ

સતર્ક સુરત, કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કર્યું આ કામ

0

અમદાવાદ: અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાવાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં નોંધપાત્ર રીતે કોરોનાવાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે ત્યારે સુરતમાં હવે ટેક્સટાઈલ માર્કેટને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં કોરોના મહામારીના કે સતત વધી રહ્યા છે ત્યારે ડાયમંડ માર્કેટને તો બંધ કરવામાં આવ્યું જ હતુ પરંતુ હવે ટેક્સટાઇલ માર્કેટ પણ શનિવાર અને રવિવાર એમ બે દિવસ બંધ રાખવામાં આવશે.

મહત્વનું છે કે ગુજરાતમાં અનલોકનો અમલ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ વેપાર-ધંધા ફરીથી કાર્યરત થઇ ગયા છે. તેના કારણે માર્ગો ઉપર વાહન વ્યવહાર પણ હવે રાબેતા મુજબ જોવા મળી રહ્યો છે અને કોરોનાવાયરસ કે સતત વધી રહ્યા છે. અનલોકમાં પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થયો છે.

સુરતમાં સરકારની ગાઈડલાઈન અનુસાર હીરાના કારખાનાઓ શરૂ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન રત્નકલાકારોમાં પોઝિટિવ કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જેના કારણે શનિવાર અને રવિવાર એમ બે દિવસ ડાયમંડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાવાયરસ ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે હવે ટેક્સટાઇલ માર્કેટ પણ શનિવાર અને રવિવાર એમ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.