Site icon hindi.revoi.in

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે વિદેશ મુલાકાત પર દિગ્ગજો સાથે રહેશે SPGના જવાન

Social Share

કેન્દ્ર સરકારે સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા મેળવનારી દિગ્ગજ હસ્તીઓ માટે એક નવો દિશા-નિર્દેશ જાહેર કર્યો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે વિદેશ યાત્રા દરમિયાન પણ વીવીઆઈપી લોકોની સાથે એસપીજી સુરક્ષાકર્મીઓ હાજર રહેશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે નવા નિર્દેશ પ્રમાણે એસપીજી સુરક્ષા મેળવનારા ભલે વિદેશ પ્રવાસે કેમ ન હોય, એસપીજી સુરક્ષાકર્મી પડછાયાની જેમ તેમની સાથે હાજર રહેશે.

સૂત્રોનું કહેવું છે કે એસપીજી સુરક્ષા મેળવનારા વીવીઆઈપીના સરકારી દિશા-નિર્દેશોને કોઈપણ સ્થિતિમાં પાલન કરવું પડશે. જો એસપીજી સુરક્ષા મેળનારા ગણમાન્ય વ્યક્તિ વિદેશ યાત્રા દરમિયાન એસપીજી જવાનોની સાથે લઈને નથી જતો, તો તેમની યાત્રા રદ્દ કરી શકાય છે. મહત્વપૂર્ણ છે કે અત્યારે તાજેતરમાં જ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની કોલંબિયા યાત્રાના અહેવાલ આવ્યા છે. તેવામાં આ આદેશ બેહદ મહત્વનો થઈ જાય છે.

હાલના સમયમાં જોવામાં આવે, તો પીએમ મોદી સિવાય કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને એસપીજી સુરક્ષા મળેલી છે. સરકારના નવા આદેશો પ્રમાણે, હવે ત્રણ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના વિદેશ પ્રવાસ પર પણ એસપીજી જવાનો સાથે જ લઈ જવા પડશે. આમ તો સુરક્ષા વિશેષજ્ઞોનું માનીએ, તો જો કોઈ વીવીઆઈપીના એસપીજી સુરક્ષા મળેલી છે, તો નિયમાનુસાર તેને સુરક્ષામાં લાગેલા જવાનો પોતાની સાથે રાખવાના હોય છે. પરંતુ પોતાના વિદેશ પ્રવાસો પર મોટાભાગના વીવીઆઈપી એસપીજી જવાનોને સાથે લઈ જતા નથી.

તે નિર્દેશો પ્રમાણે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકારે ગાંધી પરિવારના નિરીક્ષણની મનસાથી આના સંદર્ભે આદેશ જાહેર કર્યો છે. એક ન્યૂઝચેનલ પર કોંગ્રેસના પ્રવક્તા બૃજેશ કલપ્પાએ કહ્યુ છે કે આ સીધેસીધું મોનિટરિંગમાં રાખવાનો મામલો છે. જો કે ભાજપે આ આરોપોને નામંજૂર કર્યા છે. ભાજપના નેતા ટોમ વડક્કન કહે છે કે આ આદેશનો ઉદેશ્ય વીવીઆઈપીની સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે. આમા અંગતપણાના ઉલ્લંઘનનો કોઈપણ મામલો નથી.

Exit mobile version