Site icon hindi.revoi.in

લો હવે બોલો,કૂતરા પાળવા માટે પણ જોઈશે લાઈસન્સઃનહી તો ભરવો પડશે દંડ

Social Share

આજ કાલના દિવસોમાં સરકાર તમામ નિયમોને લઈને સખ્ત બની છે ,તોજેતરમાં ટ્રાફીકના નિયમો પર ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે તો હવે વળી  ઘરમાં કૂતરુ પાળવું હશે તો પણ સરકારના નિયમોનું પાલન કરવું પડશે, જી હા  વાત તદ્દન સાચી છે.તો ચાલો જાણીયે કે ઘરમાં કૂતરા પાળવા માટે સરકારે શું નિયમ લાગુ કર્યો છે.

પાલતુ પ્રાણીઓમાં કૂતરાને હંમેશા વફાદાર માનવામાં આવે છે,સામાન્ય રીતે ઘણા લોકોને પોતાના ઘરમાં કૂતરા પાળવાની આદત હોય છે,પરંતુ હવે કૂતરાને પોતાના ઘરમાં પાળવું પણ અધરુ બન્યું છે,કારણ કે સરકારે હવે કૂતરા પાળવા માટે પણ લાઈસન્સ ફરજિયાત કર્યું છે, જેમ બીક કે કાર ચલાવવા માટે આપણાને લીસન્સની જરુર અવશ્ય પડે જ છે તે રીતે હવે કૂતરોને પાળવા માટે પમ એક લાઈસન્સની જરુર પડશે.

કૂતરા પાળવા માટે લાઈસન્સ લેવાનની આ જાહેરાત દિલ્હી પાસે આવેલા ઉત્તરપ્રેદશના ગાઝિયાબાજમાં કરવામાં આવી છે,હવેથી અહિયા કૂતરા  રાખવા માટેની ફી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરવી પડશે અને ત્યાર બાદ તેમના પાસેથી લાઇસન્સ લેવું પડશે.

કૂતરાને પાળવા માટેના લાઈસન્સ માટે હવેથી ગાઝિયાબાદમાં રહેતા લોકોએ 5 હજાર રુપિયા ફી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરવીને લાઈસન્સ મળવવું પડશે,જો આ લાઈસન્નસ હશે તો જ અહિના લોકો પોતાના ઘરમાં કૂતરાને રાખી શકશે.એટલું જ નહી પરંતુ જો લાઈસન્સ લીધા પછી પણ તમારો પાળતૂ કૂતરો રસ્તા ઉપર અથવા પાર્કમાં ગંદકી ફેલાવતો જોવા મળશે તો તેના માલિક પાસે દંડ પેટે 500 રુપિયા વસુલવામાં આવશે અને દંડ ન ભરવા પર કાર્યવાહી પમ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યા પછી લાઈસન્સ લેવા માટે આરટીઓમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે, તો હવે એ દિવસો પણ દૂર નથી કે જ્યારે કૂતરાને પાળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાઈસન્સ મેળવવા માટે લોકોની ભીડ જોવા મળશે,

Exit mobile version