1. Home
  2. revoinews
  3. હવે અમદાવાદમાં રહેતા લોકો ચેતી જજો- માસ્ક નહી પહેરો તો રુપિયા 500નો ફટકારાશે દંડ
હવે અમદાવાદમાં રહેતા લોકો ચેતી જજો- માસ્ક નહી પહેરો તો રુપિયા 500નો ફટકારાશે દંડ

હવે અમદાવાદમાં રહેતા લોકો ચેતી જજો- માસ્ક નહી પહેરો તો રુપિયા 500નો ફટકારાશે દંડ

0
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો
  • માસ્ક પહેરયા વગર ફરતા લોકોને 500નો દંડ ફટકારાશે
  • પહેલા આ દંડની કિમંત 200 હતી જે હવે વધારવામાં આવી
  • લોકો સતર્ક બને અને સાવચેત રહે તે માટે દંડની રકમ વધારાઈ

સમગ્ર દેશ કોરોનાના કહેરમાં જજુમી રહ્યો છે,ત્યારે રાજદ્યના મહાનગર અમનદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે,જેને લઈને તંત્ર દ્રારા અનેક પગલાઓ ભરવામાં આવતા હોય છે,ત્યારે આ પહેલા અમદાવાદલ શહેરમાં માસ્ક ન પહેરનારાઓ સામે રુપિયા 200નો દંડ વસુલ કરવામાં આવતો હતો જો કે હવે આ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

હવે અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.આ મુજબ માસ્ક વગર ફરતા લોકોને રુપિયા 500નો દંડ ફટકારવામાં આવશે.

હાલ અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધવાની સાથે સાથે લોકો માસ્ક વગર પણ ફરતા જોવા મળે છે,ત્યારે જનતાના હિત માટે તંત્ર દ્રારા માસ્ક વગર ફરતા લોકો પાસે દંડની રકમ વધારીને 500 કરવામાં આવી છે,જેના પગલે લોકો માસ્ક પહેરે અને સુરક્ષિત રહે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે જ જો અમદાવાદ શહેરમાં પાનના ગલ્લા પર થૂંકનારાઓ સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે,બીજા એક નવા નિયમ પ્રમાણે પાનના ગલ્લાઓ પર જો કોઇ થૂંકશે તો પાનના ગલ્લાના માલિક પાસેથી દંડ વસુલ કરવામાં આવશે।, જે મુજબ 10,000 રૂપિયા દંડ માલિકે ચુકવવાનો રહેશે, આ ઉપરાંત જાહેરમાં કોઈ પણ થૂંકતું પકડાશે કે જોવા મળશે તો તેવા લોકોને પણ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

કોરોના જેવી મહામારી સામે લડત આપવા તંત્ર અનેક વાર આવા નિર્ણયો લેતું હોય છે,જો કે જનતા તેનુ પાલન ન કરે એટલે છેવટે તંત્રએ સખ્ત થવું પડે છે,જો પહેલા જ દરેક લોકો માસ્ક પહેરીને શહેરમાં ફરતા થયા હોત તો તંત્રને આ દંડની રકમ વધારવાની જરુર જ ન પડી હોત.હવે જનતા ચેતે અને જાહેરમાં માસ્ક વગર બહાર ન આવે તે જરુરી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.