
જિયોમાં વધુ એક મોટું રોકાણ, હવે ગુગલ પણ કરશે આટલું રોકાણ
- હવે ગુગલ પણ કરશે રિલાયન્સ જિયોમાં રોકાણ
- ગુગલ કરશે રિલાયન્સ જિયોમાં જંગી 33,737 કરોડનું રોકાણ
- મુકેશ અંબાણીએ જાહેર કરી માહિતી
અમદાવાદ: લોકડાઉન જેવી સ્થિતિમાં પણ જો છેલ્લા 1-2 મહિનામાં જો સૌથી વધારે બિઝનેસ કર્યો હોય તો તે કંપની છે રિલાયન્સ જિયો , આ કંપનીમાં છેલ્લા 1-2 મહિનામાં અનેક દેશોની મોટી મોટી કંપનીઓએ જંગી રોકાણ કર્યું છે અને હવે તેમાં ગુગલ પણ રોકાણ કરશે.
રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ આજે જાહેરાત કરી હતી કે ગુગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરશે અને જિયોમાં 7.7% હિસ્સેદારી મેળવશે.
જો કે આ બાબતે મુકેશ અંબાણીએ વધારે જણાવ્યું હતું કે કોરોનાને કારણે ઘણી પરિસ્થિતિઓ બદલાઈ છે. પરંતુ દરેક આફત આપણા માટે અનેક અવસર લઇ ને આવે છે. તેનું ઉદાહરણ છે આ AGM. જિયો મીટ પર આ સભા યોજાઈ રહી છે જે 50 લાખ લોકોને કલાઉડ મારફત એકસાથે જોડી શકે છે.
મહત્વનું છે કે રિલાયન્સ જિયોમાં સિલ્વર લેક, ફેસબુક, મુબાદલા, જનરલ એટલાન્ટિક, વિસ્ટા, ટીપીજી જેવી અનેક કંપનીઓએ રોકાણ કર્યું છે જેની કુલ કિંમત 1 લાખ 17 હજાર 500 કરોડથી પણ વધારે થાય છે.
(VINAYAK)