Site icon hindi.revoi.in

આગામી 8 મહિનાઓમાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, 83 બેઠકોમાંથી 73 NDA, કોંગ્રેસના ભાગે 10 બેઠકો

Social Share

આગામી 8 મહીનાઓમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં 85 લોકસભા બેઠકો આવે છે. જેમાંથી આ વખત એનડીએ 73 અને યુપીએ 10 બેઠકો જીતી છે. ગત વખતે આ બેઠકોમાંથી એનડીએએ 70 અને યુપીએએ 07 બેઠકો જીતી હતી. 2014માં લોકસભા ચૂંટણી બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો હતો અને આ  5 રાજ્યોમાંથી ચારમાં એનડીએએ સરકાર બનાવી હતી. નવી સરકાર બન્યા બાદ રામ મંદિર નિર્માણ, કલમ 307 ખતમ કરવી અને 5 લાખ સુધીની આવક ટેક્સી ફ્રી થવાની આશાઓ છે. 

ત્રણ રાજ્યો પર નજર

મહારાષ્ટ્ર

2014ની લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ ભાજપ અને શિવસેના વચ્ચે તણાવની પરિસ્થિતી હતી. ત્યારબાદ ભાજપ અને શિવસેનાએ અલગ અલગ જ ચૂંટણી લડી હતી. પરિણામોમાં ભાજપને 122 અને શિવસેનાને 63 બેઠકો મળી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે થોડા સમય સુધી તણાવ બાદ અંતે બન્ને પક્ષોએ ગઠબંધન કરી નવી સરકાર બનાવી હતી. 

દિલ્હી

2013ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મુકાબલો ત્રિકોણીય બનાવી દીધો હતો. 2013માં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના સમર્થનમાં સરકાર બનાવી હતી. પરંતુ બે મહીના બાદ જ ફેબ્રુઆરી 2014માં તેમને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ 2015માં ફરી ત્યા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કેજરીવાલની લહેરમાં ભાજપ 70માંથી ફક્ત 3 બેઠકો જીતી શકી હતી. AAPને 67 બેઠકો મળી અને કોંગ્રેસના ભાગે એક પણ બેઠક આવી ન હતી. 

જમ્મુ-કાશ્મીર

રાજ્યમાં 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં એક પણ પક્ષને બહુમતી મળી ન હતી. માર્ચ 2015માં ભાજપે પીડીપી સાથે મળીને સરકાર બનાવી અને મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા. 2016માં તેમના નિધન બાદ 88 દિવસ મુખ્યમંત્રી પદ ખાલી રહ્યું હતું.  ત્યારબાદ ભાજપે મહેબૂબા મુફ્તીને સમર્થન આપ્યું અને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જૂન 2018માં ભાજપે પીડીપી પાસેથી સમર્થન  પરત લઈ લીધું અને મહેબૂબા મુફ્તીએ રાજીનામું આપવું પડ્યું હતું.

ઉપરાંત, 3 મુખ્ય મુદ્દાઓ પર પણ રહેશે નજર

Exit mobile version