Site icon Revoi.in

આયુષ્માન ભારત યોજનાનો લાભ ગરીબ જ નહીં પરંતુ આ લોકો પણ મેળવી શકશે….

Social Share

આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના ગરીબ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે છે. પરંતુ હવે આ યોજના ફક્ત ગરીબો સુધી મર્યાદિત રહેશે નહીં. ગરીબી રેખાથી ઉપરના નાગરિકો પણ તેનો લાભ લઈ શકશે. સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

સરકાર આયુષ્માન ભારત દ્વારા દેશના 10.74 કરોડ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું કેશલેસ કવર પ્રદાન કરે છે. નેશનલ હેલ્થ ઓથોરિટીએ હવે આ યોજના ”the missing middle” એટલે કે જેમની પાસે યોજના પહોંચી નથી તે માટે આ યોજના ઉપલબ્ધ બનાવવા માટે લીલી ઝંડી આપી છે.

આયુષ્માન ભારત યોજનાના આ વિસ્તરણથી તે લોકોને લાભ થશે જેઓ અનિયમિત ક્ષેત્રમાં કામ કરે છે. સ્વરોજગાર છે, વ્યાવસાયિકો છે, અથવા નાના પાયે ઉદ્યોગો સાથે સંકળાયેલ કંપનીઓમાં કામ કરે છે. સરકારનું કહેવું છે કે આ યોજના પાઇલટ પ્રોજેક્ટ તરીકે ”the missing middle” પહોંચાડવામાં આવશે.

આ સિવાય નેશનલ હેલ્થ ઓથોરિટી બોર્ડે કર્મચારીઓ માટે કેન્દ્રની હાલની હેલ્થ સ્કીમસને આયુષ્માન ભારત વડા પ્રધાન જન આરોગ્ય યોજનામાં મર્જ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમાં સરકારના કાયમી અને કરારના કર્મચારીઓ પણ શામેલ છે.

બાંધકામ કામદારો, સફાઇ કામદારો, માર્ગ અકસ્માતમાં ઘાયલ દર્દીઓ, સેન્ટ્રલ સશસ્ત્ર દળના જવાનો પણ તેની દેખરેખ હેઠળ આવશે. આ યોજનાઓના વિલીનીકરણ પછી કરોડો લોકોને લાભ થશે તેવી અપેક્ષા છે..

_Devanshi