Site icon hindi.revoi.in

નોર્ધન કમાન્ડના જીઓસી ઈન ચીફની ટીપ્પણી- સપ્ટેમ્બર 2016માં થઈ પહેલી સર્જિકલ સ્ટ્રાઈક

Social Share

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત પહેલેથી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકના મુદ્દા સતત ચર્ચામાં રહ્યા હતા. હવે આના પર સૈન્ય અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે. નોર્ધન કમાન્ડના જીઓસી ઈન ચીફ લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહે કહ્યુ છે કે કેટલાક દિવસો પહેલા ડીજીએમઓએ આરટીઆઈ હેઠળ પુછવામાં આવેલા એક સવાલનો જવાબ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યુ હતુ કે પહેલી સર્જિકલ સ્ટ્રાઈક સપ્ટેમ્બર-2016માં જ થઈ હતી.

તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ સહીત કોંગ્રેસના ઘણાં નેતાઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે યુપીએ સરકારના કાર્યકાળમાં પણ ઘણી વખત સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી. પરંતુ તે વખતે તેમણે તેનો ઉપયોગ વોટ માટે કર્યો ન હતો.

લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહે કહ્યુ હતુ કે હું આના સંદર્ભે રાજકીય પક્ષોના નિવેદનો પર જવા માંગતો નથી, તેમને સરકાર જવાબ આપશે. મે તમને એ જ કહ્યુ કે જે તથ્ય છે.

મહત્વપૂર્ણ છે કે પુલવામા એટેક બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ ખાતે આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. તેના પછી રાજકીય પક્ષો તરફથી આ એર સ્ટ્રાઈકના ચૂંટણીલક્ષી ફાયદા અને નુકસાન પર ચર્ચાઓ તેજ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓનું કહેવું હતું કે ભાજપે સેનાના શૌર્યનો ઉપયોગ વોટ એકઠા કરવા માટે કર્યો હતો. તેની સાથે જ તેમણે દાવો પણ કર્યો હતો કે યુપીએ સરકારના કાર્યકાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી.

પીએમ મોદીએ પણ પલટવાર કરતા કહ્યુ હતુ કે યુપીએ સરકાર દરમિયાન કોઈપણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઈકની જાણકારી રેકોર્ડમાં નથી. ભાજપના નેતાઓનો દાવો હતો કે કોંગ્રેસના નેતાઓ તરફથી સર્જિકલ સ્ટ્રાઈકની સંખ્યાને લઈને અલગ-અલગ નિવેદન આપવામાં આવ્યા છે.

Exit mobile version