Site icon hindi.revoi.in

નાસા હવે ચંદ્ર પર પ્રથમ સેલુલર નેટવર્ક લગાવશે: કંપનીએ કરી નોકિયાની પસંદગી

Social Share

દિલ્લી: શું તમને તમારા ઘરે અને પૃથ્વી પર ફોન સિગ્નલની સમસ્યા છે. જો એમ હોય તો, હવે તમે તમારું નસીબ ચંદ્ર પર અજમાવી શકો છો. અમેરિકી સ્પેસ એજન્સી નાસા હવે ચંદ્ર પર પોતાનું પ્રથમ સેલુલર નેટવર્ક લગાવવા જઈ રહ્યું છે. કંપનીએ આ માટે નોકિયાની પસંદગી કરી છે. નાસાનું કહેવું છે કે, જ્યારે કોઈ વ્યક્તિ ભવિષ્યમાં ત્યાં પહોંચે છે, આ માટે તે હવેથી આ કામ પૂર્ણ કરવા માંગે છે. નાસા ઇચ્છે છે કે, તે વર્ષ 2024 સુધીમાં માણસોને ત્યાં લઈ જાય.

શું હશે વિશેષ

નોકિયાએ કહ્યું કે માણસો પહોંચે તે પહેલાં કંપની ચંદ્રની સપાટી પર વાયરલેસ બ્રોડબેન્ડ કોમ્યુનિકેશન કરશે. કંપની આ માટે ટેક્સાસ સ્થિત ખાનગી સ્પેસ ક્રાફ્ટ ડિઝાઇન કંપની સાથે ભાગીદારી કરશે. આ કંપની તેના ચંદ્ર લેન્ડરની મદદથી ચંદ્ર પર જરૂરી મશીનો પહોંચાડશે. તમામ કાર્ય પૂર્ણ થયા બાદ નેટવર્ક આપમેળે ત્યાં 4G / LTE કોમ્યુનિકેશન સિસ્ટમને ત્યાં સ્થાપિત કરશે. એવામાં નોકિયા આવનારા સમયમાં તે ટાર્ગેટ કરશે કે, આ નેટવર્કને 5Gમાં બદલી શકાય.

નોકિયાનું ટ્વીટ

નોકિયાનું રિસર્ચ આર્મ,બેલ લેબ્સે એ ટ્વિટર પર કોન્ટ્રેક્ટ મળવાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે,’ચંદ્ર માટે’ ટિપિંગ પોઇન્ટ’ તકનીકીઓને આગળ વધારવા માટે નાસા દ્વારા મુખ્ય ભાગીદાર તરીકે પસંદ કરવામાં આવતા અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ ચંદ્રની સપાટી પર મનુષ્યની કાયમી હાજરી તરફનો માર્ગ મોકળો કરવામાં મદદ કરશે’.

કંપનીના જણાવ્યા મુજબ,નેટવર્ક અવકાશયાત્રીઓને વોઇસ અને વીડીયો સંચારની ક્ષમતા પ્રદાન કરશે અને ટેલિમેટ્રી અને બાયોમેટ્રિક ડેટા એક્સચેંજની સાથે સાથે લૂનર રોવર્સ અને અન્ય રોબોટિક ઉપકરણોની તૈનાતી અને રીમોટ કંટ્રોલને મંજૂરી આપશે.

નાસાએ નોકિયાને આ કામ માટે 14.1 મિલિયન ડોલર આપ્યા છે. ચંદ્ર પર 4 G નેટવર્ક લાવવાનો નોકિયાનો આ પહેલો પ્રયાસ નથી. 2018ની શરૂઆતમાં નોકિયાએ ચંદ્ર પર એલટીઇ નેટવર્ક શરૂ કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો.

નેટવર્કને એવી રીતે ડીઝાઇન કરવામાં આવશે કે જેનાથી ખુબ જ ખરાબ સ્થિતિમાં લૂનર અને લૂનર લેન્ડીંગના લોન્ચ અને સ્પેસમાં ઓપરેશનને સંચાલિત કરી શકે.તેનાથી અંતરીક્ષ પેલોડના કડક કદ, વજન અને શક્તિની મર્યાદાઓને પહોંચી વળવા માટે તે ખૂબ જ કોમ્પેક્ટ સ્વરૂપમાં ચંદ્ર પર મોકલવામાં આવશે.

_Devanshi

Exit mobile version