- અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરુસ્કારની ઘોષણા
- ધ રોયલ સ્વીડીશ એકેડેમી દ્વારા કરાઈ ધોષણા
- પોલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને મળ્યો નોબેલ
અમદાવાદ: ધ રોયલ સ્વીડીશ એકેડેમી દ્વારા અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરુસ્કારની ઘોષણા કરવામાં આવી છે. પોલ આર. મિલગ્રોમ અને રોબર્ટ બી. વિલ્સનને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં સારું એવું પ્રદર્શન કરવા બદલ આ પુરુસ્કાર આપવામાં આવ્યો છે. ઓક્શન થીયરીમાં સુધારો કરવા અને ઓક્શન કરવા માટે નવા આવિષ્કાર માટે નોબેલ પ્રાઈઝ આપવામાં આવશે. તેમને ઇનામના રૂપમાં 10 મિલિયન સ્વીડીશ ક્રોના આપવામાં આવશે.
ગયા વર્ષે વૈશ્વિક ગરીબી દૂર કરવાની દિશામાં શોધ માટે આ પુરુસ્કાર મેસાચ્યુસેટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના બે શોધકર્તાઓ અને હાર્વર્ડ યુનિવર્સીટીના એક શોધકર્તાઓને આપવામાં આવ્યો હતો.
ધ નોર્વેની નોબેલ એકેડેમીએ 2020 માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને ભૂખમરો દૂર કરવાના પ્રયત્નો બદલ શાંતિ ક્ષેત્રનો નોબેલ પુરુસ્કાર આપવાની ઘોષણા કરી હતી.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા ભૂખમરાથી પ્રભાવિત દેશોમાં ભૂખની જરૂરિયાતોને પૂરું કરવાનું કામ હાથ ઘર્યું હતું.
સાહિત્યમાં નોબેલ
ગુરુવાર 8 ઓક્ટોબરના રોજ સાહિત્ય ક્ષેત્રમાં ઉમદા પ્રદર્શન માટે અમેરિકાની લુઇસ ગ્લુકને સાહિત્યનો નોબેલ પુરુસ્કાર આપવાની ઘોષણા કરી હતી. તેમના કાવ્યસંગ્રહ અવર્નોને સાહિત્યના નોબેલ પુરુસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો હતો.
રસાયણશાસ્ત્રમાં નોબલ
બુધવાર 7 ઓક્ટોબરના રોજ અમેરિકાના જેનિફર એ.ડોડના અને ફ્રાંસના ઇમેન્યુઅલ કાર્પેન્ટિએને જીનોમ એડીટીંગના વિકાસ માટે આ વર્ષમાં કેમેસ્ટ્રી ક્ષેત્રમાં નોબેલ પુરુસ્કાર આપવાની ધોષણા કરવામાં આવી હતી.
_Devanshi