Site icon hindi.revoi.in

ગ્રેનેડબાજ કે પત્થરબાજ નથી, 370 મામલે કોર્ટમાં જઈશુઃફારુક અબ્દુલ્લા

Social Share

નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશમીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યુ કે અમે મોદી સરકારના 370ને હટાલવવાના નિર્ણયને કોર્ટમાં પડકારીશુ, અમે પત્થર કે ગ્રેનેટ ફેકનારામાંથી નથી તે અમારી હત્યા કરવામાંગે છે, અમે શાંતિમાં વિશ્વાસ કરીયે છે અમે અમારી લડાઈ શાંતિથી લડીશું. પત્રકારોની સાથે વાતચીત દરમિયાન તેઓ એ આ જવાબ આપ્યા હતા,વધુમાં કહ્યુ કે હું પોતાની મરજીથી ઘરમાં શાંતિથી રીતે બેસી રહું કે જ્યારે મારુ પોતાનું રાજ્ય બળી રહ્યું છે, લોકોને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે, મને જે ભારત પર વિશ્વાસ છે તે આ ભારત નથી.

વધુમા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે મારો પુત્ર ઉમર ખુબજ પીડામાં છે,તેમણે અમિત શાહ પર પણ કટાક્ષ કર્યો હતો,તેમણે કહ્યું કે જ્યારે અમિત શાહ કહે છે કે ફારુક અબ્દુલ્લા જેલમાં નથી તે પોતાની મરજીથી તેમના ઘરમાં છે તે સાંભળતા મને ખુબજ દુખ થાય છે, કલમ 370 એ ભારત સરકાર તરફથી ગેરેંટી હતી,મને મારા જ ઘરમાં કેદ કરવામાં આવ્યો છે ,70 વર્ષથી અમે જે લડાઈ લડી રહ્યા હતા અને આજે અમને જ દોષીત ગણવામાં આવી રહ્યા છે

આ પહેલા ગહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યુ કે પૂર્વ મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લા અમારી અટકાયતમાં નથી, ન તો તેમની ઘરપકડ કરવામાં આવી છે . અમિત શાહે આ વાત ત્યારે કરી હતી જ્યારે સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે અબ્દુલ્લા તેમની બરાબરીમાં બેસે છે જે સંસદમાં હાજર નથી તેમનો અવાજ સાંભળવામાં આવી રહ્યો નથી.  આ વાત પર અમીત શાહે વળતો જવાબ આપતા કટાક્ષ કરી ને કહ્યું હતુ કે  “અબ્દલ્લા પોતાની મરજીથી તેમના ઘરમાં બેસ્યા છે અમે તેમની ઘરપકડ કે ્ટકાયત કરી નથી અને તેઓ સ્વસ્થ છે  ” આમ કલમ 370 હટાવવાની બાબતે વિરોધ પક્ષ અને અમિતશાહ વચ્ચે કાટાની ટક્કર થઈ હતી.

Exit mobile version