- એનજીટી નો આદેશ
- હવાની ખરાબ ગુણવત્તા વાળા રાજ્યો નહી ફૂટે ફટાકડા
- 30 નેવમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
દર વર્ષે શિયાળાની મોસમ શરુ થતાની સાથે જ દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધે છે, ત્યારે હવે નેશનલ ગ્રીન ઓથોરિટી દ્રારા દિલ્હી-એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ પ્રતિબંધ બીજા કેટલાક રાજ્યો કે જ્યા હવા ગુણવત્તા ખરાબ નોંધાઈ રહી છે ત્યા પણ લાગુ કરવામાં આવશે.
એનટીજી એ આપેલા આદેશ પ્રમાણે, દિલ્હી-એનસીઆરમાં તમામ પ્રકારના ફટાકડાઓના વેંચાણ પર 9 નવેમ્બરની મધ્ય રાતથી 30 નવેમ્બરનીમધ્ય રાત સુધી સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
9 નવેમ્બર સુધી દેશના જેટલા પણ રાજ્યોમાં વાયુ ગુણવત્તા ખરાબ સ્થિતિમાં જોવા મળી છે તે તમામ રાજ્યો કે શહેરોમાં એનટીજી એ ફટોકડા ફોટવા અને વેંચવા પર પ્રતિબંધ મૂકવાની કવાયત હાથ ઘરી રહી છે, કારણ કે કોરોનાના કારણે પ્રદુષણને લઈને કેસમાં વધારો થવાની દહેશત ફેલાઈ રહી છે.
જો કે, 30 નવેમ્બર બાદ આ આદેશની સમીક્ષા કરવામાં આવશે. આદેશ મુજબ પ્રતિબંધ તે બધા શહેરોમાં લાગુ થશે જ્યાં ગયા વર્ષના પ્રદુષણના આંકડાની સરખામણીમાં આ વર્ષના મહિના નવેમ્બરમાં સરેરાશ હવાની ગુણવત્તા નબળી અથવા જોખમવાળી સ્થિતિમાં હશે.
એનજીટીએ જારી કરેલા આદેશમાં કહ્યું છે કે, જે શહેરોમાં વિતેલા વર્ષ નવેમ્બરની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં હવાની ગુણવત્તા યોગ્ય સ્તરે છે તેવા શહેરોમાં ગ્રીન ફટાકટાનું વેચાણ કરી શકાશે. આદેશમાં જણાવાયું છે કે દિવાળીના દિવસે માત્રને માત્ર 2 કલાક સુધી જ ફટાકડાનો ઉકરી શકાશે . જો કે મુંબઈ કોર્પોરેશનએ પણ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
સાહીન-