Site icon hindi.revoi.in

પ્રદૂષણ અને કોરોનાને વધતા રોકવા માટે એનજીટીનો નિર્ણય: દિલ્હી-NCR સહીત અનેક શહેરોમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો

Social Share

દિલ્લી: કોરોના કાળમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ એક મોટો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એનજીટીએ ફટાકડા પર લાગેલ પ્રતિબંધને વધારી દીધો છે. આ પ્રતિબંધ એનસીઆરની સાથો-સાથ તે શહેરો અને નગરોમાં લંબાવામાં આવ્યો છે, જ્યાં હવાની ગુણવત્તા નબળી છે. એનજીટીએ કહ્યું હતું કે, એનસીઆર અને તે તમામ શહેરો, નગરોમાં કોવિડ-19 મહામારી દરમિયાન તમામ પ્રકારના ફટાકડાનું વેચાણ, ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે, જ્યાં વાયુ ગુણવતા ખરાબ છે.

દિલ્હીમાં હવાનું સ્તર નવેમ્બર દરમ્યાન ખૂબ ખરાબ હતું. પરાલી બાદ દિવાળી પર સળગેલા ફટાકડાથી પ્રદૂષણ જોવા મળ્યું હતું. દિલ્હીમાં રોક લગાવેલી હોવા છતાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને જો બીજા દિવસે ભારે પવન ન હોત તો સ્થિતિ વધુ ખરાબ થઇ શકતી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન હવાની ગુણવત્તા ‘સામાન્ય’ અથવા વધુ સારી હોય તેવા સ્થળોએ ગ્રીન ક્રેકર્સ રાત્રે 11:55થી 12:30 સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. એનજીટીએ કહ્યું છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટ સુનિશ્ચિત કરશે કે ફટાકડા વેચવામાં ન આવે અને ભંગ કરનારાઓ પાસેથી દંડ ફટકારવામાં આવે.

અગાઉ 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રીન ઓથોરિટીએ 30 નવેમ્બરના મધ્યરાત્રિથી 9 નવેમ્બરના મધ્યરાત્રિ સુધી રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો.

_Devanshi

Exit mobile version