નવી દિલ્હી : 17મી લોકસભામાં મોદી સરકાર આજે 21 જૂને પોતાનું પહેલું બિલ રજૂ કરશે. આ બિલ ટ્રિપલ તલાક પરનું હશે. કેન્દ્રીય કાયદા પ્રધાન શુક્રવારે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરશે. મોદી સરકારના ગત કાર્યકાળમાં ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પારીત થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાં આ બિલ પારીત થઈ શક્યું ન હતું. તેવામાં 17મી લોકસભામાં તેને ફરી એકવાર રજૂ કરવામાં આવશે.
જો કે માનવામાં આવે છે કે કોંગ્રેસ અને જેડીયુ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરશે. જેડીયુ એનડીએનું ઘટકદળ છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જેડીયુના નેતાએ કહ્યુ હતુ કે તે ટ્રિપલ તલાક પર એનડીએનું સમર્થન કરશે નહીં. જેડીયુ તેની વિરુદ્ધ છે અને સતત રહેશે. જેડીયુના નેતા અન બિહારના પ્રધાન શ્યામ રજકે કહ્યુ છે કે ટ્રિપલ તલાક એક સામાજીક મુદ્દો છે અને તેને સામાજિક સ્તર પર સમાજ દ્વારા ઉકેલવો જોઈએ. રજકે કહ્યુ છે કે જેડીયુએ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલના વિરુદ્ધ વોટ કર્યો હતો. તેના પહેલા નીતિશ કુમારે જાહેરમાં ટ્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો હતો.
તો બીજી તરફ કોંગ્રેસ પણ ટ્રિપલ તલાક બિલના વિરોધમાં છે. આનું એલાન પાર્ટી પહેલા જ કરી ચુકી છે. પાર્ટીના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ છે કે પાર્ટીએ આ બિલ પર કેટલાક મૂળભૂત મુદ્દા ઉઠાવા છે. જેમાંથી કેટલાક પર સરકાર પણ સંમત છે. તેમણે કહ્યુ છે કે ઘણો બધો સમય બચી શકતો હતો. જો સરકાર પહેલા આ બિંદુઓ પર સંમત થઈ ગઈ હોત.
સિંઘવીએ કહ્યુ છે કે હજીપણ એક અથવા બે બિંદુ બાકી બચ્યા છે અને આ બિંદુઓ પર ચર્ચાની જરૂરત છે. અમે આનો વિરોધ કરીશું.
સિંઘવીની ટીપ્પણી સરકાર દ્વારા આગામી સત્રમાં સંસદમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ એક બિલ રજૂ કરવાની ઘોષણા બાદ આવી હતી. જેમાં ટ્રિપલ તલાક આપનારાને ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.
કેન્દ્રીય પ્રધાનમંડળે 13 જૂને મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક 2019ને મંજૂરી આપી દીધી છે. આ ફેબ્રુઆરીમાં ઘોષિત કરવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે. સરકારનું કહેવું છે કે આ બિલ લૈંગિક સમાનતા અને લૈંગિક ન્યાય સુનિશ્ચિત કરશે. આ પરણિત મુસ્લિમ મહિલાઓના અધિકારોનું સંરક્ષણ કરશે અને તલાક-એ-બિદ્દતથી તલાકને રોકશે.