Site icon hindi.revoi.in

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ટેસ્ટનો નવો રેકોર્ડ  – રિકવરી રેટ 93 ટક રહ્યો

Social Share

નવી દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રણ પર થોડા અંશે કાબુ આવતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બુધવારના રોજ 79 હજાર કોરોનાના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જે દેશભરમાં અત્યાર સુધીનો રેકોર્ડ છે.જેમાં  આરટી-પીસીઆર પરીક્ષણોની સંખ્યા 36 હજારથી પણ વધુ રહી છે.ત્યારે આ સમગ્ર બાબતે એક સારા સમાચાર એ પણ છે કે,અહીં એક દિવસમાં કોરોનાના 4 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા છે.જેને જોતા કહી શકાય કે દિલ્હીમાં કોરોનાની ગતિએ ઝડપ ઓછી કરી છે.

આ બાબતે આરોગ્ય મંત્રાલયએ આપેલી માહિતી પ્રમાણે, બુધવારના રોજ 24 કલાકની અંદર દિલ્હીમાં કોરોનાના 3 હજાર 900 નવા કેસ નોંધાયા હતા જ્યારે 82 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે પ્રથમ વખત કોરોનાનો રિકવરી રેટ 93 ટકા  કરતા વધુ નોંધવામાં આવ્યો છેજે એક સકારાત્મક બાબત છે

આ મામલે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીમાં કોરોના સકારાત્મકતા દર ઝડપથી ઘટી રહ્યો છે, જે ખુબ જ સંતોષકારક છે. જે આવનારા દિવસોમાં વધુ ઘટવાની શક્યતાઓ છે.

રાજધાની દિલ્હીમાં પ્રથમ વખત રિકવરી રેટ 93 ટકાએ પહોંચ્યો છે, બુધવારના રોજ અહી સાજા થનારાનો દર 93.14 ટકા રહ્યો હતો, જ્યારે મૃત્યુ દર 1.62 નોંધાયો છે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 5 લાખ 78 હજારને પાર પહોંચી ચૂક્યો છે.

સાહિન-

Exit mobile version