Site icon hindi.revoi.in

ગુજરાતના પોલીસ દળમાં નવા અશ્વનો કરાશે સમાવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ પોલીસે પેટ્રોલીંગ વધાર્યું છે. સાંકળી ગલીઓ અને ઉબડખાબડ રસ્તા ઉપર અશ્વ મારફતે પોલીસ સરળતાથી પેટ્રોલીંગ કરી શકે છે. જેથી પોલીસ દળમાં પેટ્રોલીંગ માટે હોર્ષ પાવર વધારવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસ દળ દ્વારા નવા 130 અશ્વ ખરીદવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ દળ પાસે વધુ અશ્વ મૌજૂદ છે જેને માઉન્ટેડ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. રાજયના અશ્વદળને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં રાત્રી સહીતના પેટ્રોલીંગ તથા શહેરની આસપાસના ક્ષેત્રોમાં પેટ્રોલીંગ માટે ઉપયોગમાં લેવાય છે. હાલમાં જ સરકારે મારવાડી અને કાઠીયાવાડી જાતિના 56 નવા અશ્વ ઉછેરતા બ્રીડર અને અશ્વમેળામાંથી ખરીદ્યા છે. હાલ માઉન્ટેડ પોલીસમાં 220 પોલીસ જવાનો કામ કરે છે જો કે, અશ્વની સંખ્યા વધતા ઘોડેશ્વારી અને ઘોડા અંગેના જાણકારની પોલીસ દળમાં ભરતી થશે. હવે વીવીઆઈપી સલામતી ઉપરાંત નાના સાંકડા ક્ષેત્રમાં આ અશ્વદળ સુરક્ષા માટે મહત્વનું પુરવાર થઈ શકે છે. કેનાલો તથા ખેતરોમાં પણ સુરક્ષા માટે અશ્વનો ઉપયોગ થાય છે.

Exit mobile version