Site icon hindi.revoi.in

મોદીએ બીજી વખત પીએમ પદે લીધા શપથ, 58 પ્રધાનોના કેબિનેટમાં અમિત શાહ સહીત 24 કેબિનેટ, 9ને સ્વતંત્ર પ્રભાર, 24 Mos

Social Share

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિભવનમાં બીજી વખત વડાપ્રધાન પદે શપથગ્રહણ કર્યા છે. અમિત શાહ પહેલીવાર કેન્દ્રીય પ્રધાન બન્યા છે. ત્રણ વર્ષ વિદેશ સચિવ રહી ચુકેલા એસ. જયશંકરે પણ કેબિનેટ પ્રધાન પદે શપથગ્રહણ કર્યા છે. મોદી સહીત 25 કેબિનેટ પ્રધાનોએ શપથ લીધા છે. સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી પ્રધાનમંડળમાં સામેલ થયા નથી. સુષ્મા સ્વરાજ શપથવિધિ દરમિયાન દર્શક દીર્ઘામાં બેઠા હતા. તો જેડીયુ પણ નવી સરકારમાં સામેલ થયું નથી. 2014માં 45 પ્રધાનોએ શપથગ્રહણ કર્યા હતા. જો કે બાદમાં મોદી સરકારની પ્રથમ ટર્મમાં પ્રધાનોની સંખ્યા 76 થઈ હતી.

મોદી સરકારની બીજી ટર્મમાં પીએમ મોદી સહીત 58 પ્રધાનોને શપથ લીધા છે. જેમાં પીએમ મોદી સહીત 25 કેબિનેટ પ્રધાનો, 9 રાજ્ય કક્ષાના પ્રધાનોને સ્વતંત્ર પ્રભાર અને 24 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથગ્રહણ કર્યા છે.

મોદી સરકારની બીજી ટર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ નંબર-ટુ પર લખનૌથી ભાજપના સાંસદ રાજનાથસિંહે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ત્રીજા સ્થાને, નીતિન ગડકરીએ ચોથા સ્થાન પદ અને ગુપ્તતાના શપથગ્રહણ કર્યા હતા.

તેમના પછી  સદાનંદ ગૌડાએ અંગ્રેજીમાં શપથગ્રહણ કર્યા હતા. તેમના પહેલા પીએમ અને અન્ય ત્રણ પ્રધાનોએ હિંદીમાં શપથગ્રહણ કર્યા હતા. પુરોગામી સરકારમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, પટનાસાહિબથી જીતનારા રવિશંકર પ્રસાદે પ્રધાન તરીકે શપથ લીધા હતા.

અકાલીદળના હરસિમરત કૌર બાદલે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા. પુરોગામી સરકારમાં સામાજિક ન્યાય પ્રધાન રહેલા થાવચંદ ગહલોતે પણ શપથ લીધા હતા. તેઓ ભાજપના મુખ્ય દલિત નેતાઓમાંથી એક છે.

ભૂતપૂર્વ વિદેશ સચિવ રહેલા એસ. જયશંકરે પણ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. અમેરિકામાં ડીલ સિવાય ચીન સાથે ડોકલામ વિવાદને સારી રીતે ઉકેલવામાં તેમની મોટી ભૂમિકા હતી. તેઓ ચીન અને અમેરિકામાં ભારતના રાજદૂત રહ્યા છે.

ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. ઝારખંડના ત્રણ વખત મુખ્યપ્રધાન રહેલા અર્જુન મુંડાએ પણ ગુરુવારે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. તેઓ ઝારખંડની ખુંટી બેઠક પરથી ભાજપના સાંસદ છે.

અમેઠીથી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભામાં હરાવનારા સ્મૃતિ ઈરાનીએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. પુરોગામી સરકારમાં પ્રધાન રહેલા ડૉ. હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પિયૂષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાને પણ શપથ લીધા છે.

કેબિનેટ પ્રધાન

1 રાજનાથસિંહ લખનૌ યુપી (યુપી)
અમિત શાહ ગાંધીનગર (ગુજરાત)
3 નીતિન ગડકરી નાગપુર (મહારાષ્ટ્ર)
4 ડીવી સદાનંદ ગૌડા બેંગાલુરુ ઉત્તર (કર્ણાટક)
5 નિર્મલા સીતારમણ રાજ્યસભાના સાંસદ
6 રામવિલાસપાસવાન ચૂંટણી લડયા નથી
7 નરેન્દ્રસિંહ તોમર મુરૈના (એમપી)
8 રવિશંકર પ્રસાદ પટનાસાહિબ (બિહાર)
9 હરસિમરત કૌર બાદલ ભઠિંડા (પંજાબ)
10 થાવરચંદ ગહલોત રાજ્યસભા સાંસદ
11 એસ. જયશંકર ભૂતપૂર્વ વિદેશ સચિવ
12 રમેશ પોખરિયાલ નિશંક હરિદ્વાર (ઉત્તરાખંડ)
13 અર્જુન મુંડા ખુંટી (ઝારખંડ)
14 સ્મૃતિ ઈરાની અમેઠી (યુપી)
15 હર્ષવર્ધન ચાંદની ચોક (દિલ્હી)
16 પ્રકાશ જાવડેકર રાજ્યસભા સાંસદ
17 પિયૂષ ગોયલ રાજ્યસભા સાંસદ
18 ધર્મેન્દ્ર પ્રધાન રાજ્યસભા સાંસદ
19 મુખ્તાર અબ્બાસ નક્વી રાજ્યસભા સાંસદ
20 પ્રહલાદ જોશી ધારવાડ (કર્ણાટક)
21 મહેન્દ્રનાથ પાંડેય ચંદૌલી (યુપી)
22 અરવિંદ સાવંત મુંબઈ દક્ષિણ (મહારાષ્ટ્ર)
23 ગિરિરાજ સિંહ બેગુસરાય (બિહાર)
24 ગજેન્દ્રસિંહ શેખાવત જોધપુર (રાજસ્થાન)

રાજ્ય પ્રધાન (સ્વતંત્ર પ્રભાર)

1 સંતોષ ગંગવાર બરેલી (યુપી)
2 રાવ ઈન્દ્રજીત સિંહ ગુડગાંવ (હરિયાણા)
3 શ્રીપદ નાઈક ઉત્તર ગોવા (ગોવા)
4 જિતેન્દ્ર સિંહ ઉધમપુર (જમ્મુ-કાશ્મીર)
5 કિરણ રિજિજૂ અરુણાચલ પશ્ચિમ
6 પ્રહલાદ પટેલ દમોહ (એમપી)
7 આર. કે. સિંહ આરા (બિહાર)
8 હરદીપ પુરી રાજ્યસભા સાંસદ
9 મનસુખ માંડવિયા રાજ્યસભા સાંસદ

રાજ્ય પ્રધાન

1 ફગ્ગનસિંહ કુલસ્તે મંડલા (એમપી)
2 અશ્વિની ચૌબે બક્સર (બિહાર)
3 અર્જુનરામ મેઘવાલ બિકાનેર (રાજસ્થાન)
4 વી. કે. સિંહ ગાઝિયાબાદ (યુપી)
5 કૃષ્ણપાલ ગુર્જર ફરીદાબાદ (હરિયાણા)
6 રાવસાહેબ દાનવે જાલના (મહારાષ્ટ્ર)
7 જી. કિશનરેડ્ડી સિકંદરાબાદ (તેલંગાણા)
8 પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભા સાંસદ
9 રામદાસ અઠાવલે રાજ્યસભા સાંસદ
10 સાધ્વી નિરંજન જ્યોતિ ફતેહપુર (યુપી)
11 બાબુલ સુપ્રિયો આસનસોલ (પ. બંગાળ)
12 સંજીવ બાલિયાન મુઝફ્ફરનગર (યુપી)
13 સંજય ધોત્રે અકોલા (મહારાષ્ટ્ર)
14 અનુરાગ ઠાકુર હમીરપુર (હિમાચલપ્રદેશ)
15 સુરેશ અંગડી બેલગામ (કર્ણાટક)
16 નિત્યાનંદ રાય ઉજિયારપુર (બિહાર)
17 રતનલાલ કટારિયા અંબાલા (હરિયાણા)
18 વી. મુરલીધરન રાજ્યસભા સાંસદ
19 રેણુકાસિંહ સરુતા સરગુજા (છત્તીસગઢ)
20 સોમપ્રકાશ હોશિયારપુર (પંજાબ)
21 રામેશ્વર તૈલી દિબ્રુગઢ (આસામ)
22 પ્રતાપચંદ્ર સારંગી બાલાસોર (ઓડિશા)
23 કૈલાસ ચૌધરી બાડમેર (રાજસ્થાન)
24 દેબોશ્રી ચૌધરી રાયગંજ (પ. બંગાળ)
Exit mobile version