1. Home
  2. revoinews
  3. નેપાળની બુદ્ધિ થઈ રહી છે ભ્રષ્ટ, હવે બિહારમાં ડેમનું કામ અટકાવ્યું
નેપાળની બુદ્ધિ થઈ રહી છે ભ્રષ્ટ, હવે બિહારમાં ડેમનું કામ અટકાવ્યું

નેપાળની બુદ્ધિ થઈ રહી છે ભ્રષ્ટ, હવે બિહારમાં ડેમનું કામ અટકાવ્યું

0

અમદાવાદ: ભારત અને ચીન વચ્ચે થયેલા સીમા વિવાદની સાથે સાથે નેપાળ પણ હવે ભારતને આંખ બતાવી રહ્યું છે અને હવે નેપાળે બિહારમાં ચાલી રહેલા ડેમનું કામ પણ અટકાવી દીધું છે જેના કારણે બિહારમાં પૂરનું જોખમ વધ્યું છે.

નેપાળની સરકારે પૂર્વ ચંપારણના ઢાકા અનુમંડળમાં લાલ બકૈયા નદી પર બની રહેલા ડેમના પુન:નિર્માણ કામને અટકાવી દીધું છે અને આ મુદ્દે બિહારના જળ સંસાધન મંત્રી સંજય કુમારે ઝાએ તેને વખોડ્યું છે.

બિહારના જળ સંસાધન મંત્રી સંજયકુમાર ઝાએ જણાવ્યું કે અમને માહિતી મળી છે કે નેપાળમાં હજુ પણ લૉકડાઉન ચાલી રહ્યું છે. જોકે આ વાતને વિશ્વાસ સાથે ન કહી શકાય પણ તેમના વતી અવરોધ પેદા કરવામાં આવી રહ્યા છે. નેપાળ હવે નક્શા વિવાદ પછી ડેમના સમારકામમાં અવરોધ પેદા કરી રહ્યું છે. તાજેતરનો મામલો બિહારનો છે જ્યાં નેપાળના કારણે મોટા હિસ્સામાં પૂર આવી શકે છે.

સીએમ નીતિશના નજીકના ઝાએ કહ્યું કે ગંડક બેરેજના 36 ગેટ છે અને ડેમના અડધો ગેટ નેપાળમાં છે. ભારતે તેના હિસ્સામાં આવતા ગેટ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમારકામ કરાવી દીધું છે. જ્યારે નેપાળના ભાગમાં આવતા 18થી 36 ગેટનું સમારકામ થઈ શક્યું નથી. નેપાળ ડેમ સમારકામ માટે સામગ્રી લઈ જવા દેતું નથી. નેપાળે ક્ષેત્રમાં અવરોધ પેદા કર્યા છે. આ મામલે અમારા એન્જિનિયર અને ડીએમ સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ મામલે વિદેશ મંત્રાલયને પણ પત્ર લખીશું.

(VINAYAK)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.