Site icon Revoi.in

આ ક્યું પત્રકારત્વ? : હેડલાઈનમાં શીખને મુસ્લિમ ગણાવીને NDTVએ ગુમરાહ કર્યા વાંચકોને!

Social Share

સૌહાર્દના નામે પોતાના વાંચકોને મોટાભાગે એક પક્ષ દર્શાવીને ગુમરાહ કરનાર NDTVએ આ વખતે શીખ ભાવનાને ઠેસ પહોંચાડી છે. ગણેશ ચતુર્થીના પ્રસંગે એનડીટીવીએ પોતાના પોર્ટલ પર એક ખાસ ખબર પ્રકાશિત કરી હતી. તેમાં હેડલાઈન આપવામાં આવી છે- લુધિયાણાના મુસ્લિમ કલાકારે બલ્જિયન ચોક્લેટથી 106 કિલોના ગણેશની પ્રતિમા બનાવી. પરંતુ આ અહેવાલની ફીચર ઈમેજમાં તેમણે બે શીખોની તસવીર લગાવી છે કે જેઓ ગણપતિની પ્રતિમા સાથે ઉભા હતા.

જો કે આ સમાચારની અંદર એ વાતનો વિશેષપણે ઉલ્લેખ હતો કે આ પ્રતિમા એક મુસ્લિમે શીખ બેકરી માલિકની દેખરેખમાં બનાવી છે. પરંતુ હેડલાઈનમાં આને લઈને કોઈ ઉલ્લેખ ન હતો અને ન તો તસવીરમાં કોઈ મુસ્લિમનો ચહેરો હતો. તો પછી હેડલાઈન અને તસવીરમાં શું તાલમેલ હતો?

હવે એ પહેલા એનડીટીવી પર કોઈ અન્ય વાંચક સવાલ ઉઠાવે તેના પહેલા ખુદ એ વ્યક્તિ કે જેની તસવીર એનડીટીવીએ પ્રકાશિત કરી હતી, તેણે આ મામલો ધ્યાન પર લીધો હતો. હરજિન્દરસિંહ કુકરેજા નામના આ વ્યક્તિએ પોતાના ટ્વિટર પર આ અહેવાલને શેયર કરતા ખૂબ સમ્માનથી લખ્યું, પ્રિય એનડીટીવી, આ શીર્ષ ગુમરાહ કરનારું છે અને તસવીર સાથે મેળ ખાતુ નથી. અમને મુસ્લિમોથી પ્રેમ છે, પરંતુ જે નીચે તસવીરમાં પાઘડી પહેરેલ વ્યક્તિ ઉભો છે, તે હું છું અને હું એક શીખ છું. તમે ખૂબ મોટા પ્રમાણમાં શીખો અને તેમની પાઘડીની જહાલત કરી છે. કૃપા કરીને હવે આ તસવીરને હટાવો અને આ સમાચારનું શીર્ષક ઠીક કરો.

હવે કોઈની ફરિયાદ બાદ પોતાની ભૂલ સુધારવી એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ એનડીટીવીએ પોતાનો પ્રોપગેન્ડા ફેલાવવામાં એવી રીતે વ્યક્ત કર્યું કે તેણે પોતાના ટ્વિટ પર નજર તો નાખી, પરંતુ જે સુધારો કર્યો, તે તેની ભૂલથી પણ વધારે શર્મસાર કરનારો હતો.

હરજિન્દરની ફરિયાદ બાદ એનડીટીવીએ આ સમાચારમાંથી તે બે શીખોની તસવીરને ક્રોપ કરી દીધી, જે પહેલા તસવીરમાં દેખાઈ રહ્યા હતા. પરંતુ તેમણે પોતાની હેડલાઈનમાં કોઈ સુધારો કર્યો નહીં, કારણ કે તેમા સંદેશ જઈ રહ્યો હતો કે એક મુસ્લિમ શખ્સે ગણપતિની મૂર્તિ બનાવી.

હવે સવાલ ઉઠે છે કે શું એક પક્ષને દર્શાવવામાં આ મીડિયા જૂથ એ પણ નથી જાણતું કે દેશમાં શીખોનો પહેરવેશ માત્ર ભારતમા જ નહીં, પરંતુ આખા વિશ્વમાં તેમનો પરિયાયક છે અથવા તો પછી આ સંસ્થાએ પોતાની પોલિસી બનાવી લીધી છે કે સમાચાર કોઈપણ હોય, પરંતુ એન્ગલ માત્ર સમુદાય વિશેષ સાથે સંબંધિત જ જશે.

ટ્વિટર પર આ હરકત પર લોકો એનડીટીવી પર થૂ-થૂ કરી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે પલ્લવ બાગલાની ચંદ્રયાન-2ના મામલે વૈજ્ઞાનિક પર બૂમ પાડવાની છીછરી હરકતથી ધ્યાન ભટકાવવા માટે આ રીત સંસ્થાએ અપનાવી છે, તો કોઈનું માનવું છે કે આ સંસ્થાની મનસામાં જ ખોટ છે, તેને ભારતમાં બંધ કરી દેવી જોઈએ. લોકો આ સંસ્થાનો બહિષ્કાર કરવાની વાતની સાથે ખુલ્લેઆમ આરોપ લગાવી રહ્યા છે કે તેમની આ સ્ટોરીને ગોળગોળ રીતે રજૂ કરવામાં આવી છે. તે ભારપૂર્વક જણાવી રહ્યા છે કે શીખ બેકરીના માલિક છે અને જેણે પ્રતિમા બનાવી છે તે એક મુસ્લિમ છે.