Site icon hindi.revoi.in

રાજ્યસભામાં એનડીએ બહુમતીની નજીક, 2020 પહેલા જ મળશે બહુમતી?

Social Share

ભાજપની વિપક્ષમાં ગાબડા પાડવાની ક્ષમતા પર એનડીએ રાજ્યસભામાં પણ બહુમતી પ્રાપ્ત કરવા તરફ અગ્રેસર છે. રાજ્યસભામાં બહુમતી પ્રાપ્ત કરવાની સ્થિતિમાં ભાજપને પોતાના એજન્ડાના ધરાતલ પર હકીકત બનાવવામાં સરળતા ઉભી થશે. ભાજપને એવા મુખ્ય બિલોને રાજ્યસભામાંથી પણ પારીત કરાવવામાં સફળ થશે, કે જેમને પુરોગામી સરકારના કાર્યકાળમાં મંજૂર કરાવી શકાયા નથી. 2020 સુધી ખાલી થઈ રહેલી બેઠકોને કારણે ભાજપ રાજ્યસભામાં વિપક્ષના મુકાબલે મજબૂત બનશે તેવું નિર્ધારીત છે. પરંતુ ભાજપ તેના પહેલા જ વિપક્ષમાં ગાબડા પાડવાને કારણે પોતાની સ્થિતિ મજબૂત કરવામાં લાગેલું છે.

વિપક્ષમાં સેંધમારીની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં ટીડીપના કુલ છમાંથી ચાર સાંસદ ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. બે તૃતિયાંશ સંખ્યા હોવાને કાણે આ સદસ્યોની સદસ્યતા પર પણ આંચ આવી શકી નથી. આઈએનએલડીના પણ એક સાંસદ ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા નીરજ શેખ ભાજપમાં સામેલ થયા છે. તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે. તેના કારણે રાજ્યસભામાં વિપક્ષના એક સાંસદ ઓછા થઈ ગયા છે. કહેવામાં આવે છે કે રાજ્યસભામાં સમાજવાદી પાર્ટી અને બીએસપીના લગભગ ચાર સાંસદો ભાજપના સંપર્કમાં છે. તેમાથી બે સાંસદો સાથે ભાજપની વાત ઘણી આગળ વધી ચુકી છે.

રાજ્યસભામાં સંખ્યાબળ પર નજર કરીએ, તો મોદજી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ સત્રમાં જ સત્તાધારી એનડીએ રાજ્યસભામાં બહુમતીની નજીક પહોંચી રહ્યું છે. 245 સાંસદો ધરાવતી રાજ્યસભામાં હાલ પાંચ બેઠકો ખાલી છે. ગૃહમાં બહુમતી માટે 121 સાંસદો જરૂરી છે. હાલ એનડીએ અને અપક્ષ તથા મનોનીત સાંસદો સાથે ભાજપના ખેમામાં 116 સાંસદ છે. આ રીતે જો સમાજવાદી પાર્ટી અને બીએસપીના વધુ ચાર સાંસદો રાજીનામા આપે, તો બહુમતીનો આંકડો 119નો રહેશે. તેવી સ્થિતિમાં પેટાચૂંટણીમાં યુપીની રાજ્યસભાની બેઠકો ભાજપના ખાતામાં જશે.

રાજ્યસભાની સ્થિતિ

કુલ બેઠક               245

ખાલી બેઠક             05

કુલ સાંસદ              240

રાજ્યસભામાં પક્ષવાર સ્થિતિ

પક્ષ                    બેઠક

ભાજપ                  78

કોંગ્રેસ                  48

એઆઈએડીએમકે       13

એઆઈટીએમસી        13

સમાજવાદી પાર્ટી       12

બીજેડી                 07

જેડીયુ                  06

ટીઆરએસ             06

સીપીએમ               05

આરજેડી                05

બીએસપી               04

એનસીપી               04

એએપી                 03

અકાલી દળ            03

શિવસેના                03

રાજ્યસભામાં એનડીએની બહુમતી સરકારને પેન્ડિંગ બિલો પારીત કરાવીને પોતાના એજન્ડામાં આગળ વધવામાં મદદગાર સાબિત થશે. મોદી સકારના એજન્ડામાં સૌથી ઉપર ટ્રિપલ તલાકનું બિલ છે. પુરોગામી સરકારમાં લોકસભામાં પારીત થવા છતાં આ બિલ સરકાર રાજ્યસભામાં મંજૂર કરાવી શકી નથી. કારણ કે ત્યારે રાજ્યસભામાં વિપક્ષની સ્થિતિ મજબૂત હતી અને એનડીએ બહુમતીથી ઘણું દૂર હતું. હવે રાજ્યસભામાં એનડીએની સ્થિતિ મજબૂત થઈ રહી છે અને બહુમતી 2020 પહેલા જ મેળવી લે તેવી શક્યતા છે. જેને કારણે પાડોશી દેશોમાંથી આવનારા હિંદુઓને નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન બિલ, જમીન સંપાદન બિલ, શ્રમ કાયદામાં સંશોધન, ડીએનએ રેગ્યુલેશન બિલને રાજ્યસભામાં મંજૂર કરાવવામાં મદદ મળશે.

Exit mobile version