Site icon hindi.revoi.in

NDA સંસદીય દળની બેઠક શનિવારે યોજાશે, ભાજપે વિજયી સાંસદોને દિલ્હી બોલાવ્યા

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને વિક્રમજનક જીત મળ્યા બાદ નવી સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આ ઘટનાક્રમમાં એનડીએ સંસદીય દળની બેઠક શનિવારે સાંજે પાંચ વાગ્યે બોલાવવામાં આવી છે. આમા ગઠબંધનના તમામ નવનિર્વાચિત સાંસદ સામેલ થશે.

લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને રેકોર્ડ જીત મળ્યા બાદ નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આ ઘટનાક્રમમાં એનડીએ સંસદીય દળની બેઠક શનિવારે સાંજે પાંચ વાગ્યે બોલાવવામાં આવી છે. આમા ગઠબંધનના તમામ નવનિર્વાચિત સાંસદ સામેલ હશે. જણાવવામાં આવે છે કે એ વખતે ઔપચારીકપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટવામાં આવશે. શનિવારે જ ભાજપ સંસદીય દળની પણ બેઠક યોજાવાની છે.

મહત્વપૂર્ણ છે કે ભાજપે એકલાહાથે 302 બેઠકો જીતીને ઈતિહાસ બનાવ્યો છે. એક બેઠક પર છેલ્લા અહેવાલ સુધી પરિણામ આવ્યું નથી. તે બેઠક પર પણ ભાજપ આગળ ચાલી રહ્યું હતુ. એનડીએ ગઠબંધનની વાત કરીએ તો આ આંકડો 349 સુધી પહોંચ્યો છે. તો યુપીએના ખાતામાં 82 અને મહાગબંધનને 82 અને મહાગઠબંધનને માત્ર 15 બેઠકો મળી છે. ભાજપ સહીત સમગ્ર સહયોગી દળોમાં ઉજવણીનો માહોલ છે અને તેની સાથે કેબિનેટમાં સ્થાનને લઈને પણ ચર્ચાનો તબક્કો શરૂ થયો છે.

એક અંગ્રેજી ન્યૂઝચેલને સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ વખતે પશ્ચિમ બંગાળના ચાર સાંસદોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. આના સંદર્ભે ભાજપના પ્રદેશ સ્તરના નેતાઓ પણ આશ્વસ્ત છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ હવે ભાજપની નજર 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. હાલ ભાજપના તમામ સાંસદોને શનિવારે દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

આ પહેલા શુક્રવારે ભાજપે પોતાના સંસદીય દળની બેઠકમાં પારીત કરાયેલા પ્રસ્તાવ સંદર્ભે જાણકારી આપી હતી. પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી પાંચ વર્ષમાં ભારતને યશસ્વી બનાવતા નવા ભારતના નિર્માણ માટે એનડીએ કૃતસંકલ્પિત થઈને કાર્ય કરશે. એક અન્ય ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે ગત કાર્યકાળમાં પીએમ મોદીના નેતૃત્વમાં સરકારની ગરીબ કલ્યાકારી નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સ્પષ્ટ દ્રષ્ટિકોણ, સૌનો સાથ-સૌનો વિકાસના મૂળમંત્ર સાથે ભારતની વૈશ્વિક શાખ વધારવા માટે આ જનતાનો સકારાત્મક વોટ છે.

પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે યૂપી-બિહારમાં તથાકથિત ગઠબંધનની હાર, બંગાળ અને પૂર્વોત્તરમાં ભાજપની સફળતા, દક્ષિણમાં પાર્ટીના વોટની ટકાવારીમાં વધારો એ વાતના સંકેત છે કે પાર્ટીએ દેશના તમામ ક્ષેત્રો અને વર્ગોને સુશાસનની નીતિઓ સાથે જોડયા છે.

ભાજપે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ ચૂંટણીમાં વિપક્ષે લોકશાહીને હરાવવાની સતત કોશિશો કરી. ચૂંટણી પ્રક્રિયાને લઈને જે પ્રકારે ભ્રમ ફેલાવવામાં આવ્યો, તે તમામ નકારાત્મક વિષયોને જનતાએ સ્પષ્ટપણે નકાર્યા છે. ભાજપ સંસદીય બોર્ડે રાજકીય હિંસાનો ભોગ બનેલા કાર્યકર્તાઓ પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.

Exit mobile version