Site icon hindi.revoi.in

ડ્રગ્સ કેસ: એનસીબીએ 2 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ, કોમેડિયન ભારતીસિંહ કેસની તપાસમાં શંકા

Social Share

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તેના જ બે અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. એનસીબીએ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. બંને કોમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચિયા અને દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના કેસની તપાસ કરી રહ્યા હતા. જામીન અરજીની સુનાવણી કરવામાં નિષ્ફળ જતા એનસીબીએ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને મુંબઇની અદાલતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વતી દાખલ કેસમાં જામીન આપ્યા હતા. બંને પતિ-પત્નીને 15-15 હજારના અંગત બોન્ડ પર જામીન મળી ગયા છે. 4 ડિસેમ્બર સુધીમાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારતી સિંહ અને તેના પતિ હર્ષ પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. બંનેના ઘર પર એનસીબીએ દરોડા પાડી ગાંજો કબ્જે કર્યો હતો. ત્યારબાદ ભારતીની પહેલા ધરપકડ કરવામાં આવી અને પછી કલાકોની પૂછપરછ બાદ એનસીબીએ ભારતીના પતિ હર્ષની પણ ધરપકડ કરી હતી.

અંધેરી પશ્ચિમમાં આવેલ તેના ઘર અને ઓફિસ પર દરોડા બાદ એનસીબી દ્વારા હર્ષની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીના ઘરેથી 86.50 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

_Devanshi

Exit mobile version