Site icon hindi.revoi.in

શ્રીનગરમાં ફારુક અબ્દુલ્લા સાથે કાશ્મીરી પંડિતોએ કરી ધક્કા-મુક્કી, કર્યો મોદી-મોદીનો સૂત્રોચ્ચાર

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા સાથે ધક્કામુક્કીનો મામલો સામે આવ્યો છે. ફારુક અબ્દુલ્લા સાથે શ્રીનગરમાં જ્યેષ્ઠા દેવી મંદિરની બહાર કાશ્મીરી પંડિતોએ ધક્કામુક્કી કરી છે. દેશભરમાં રહેતા કાશ્મીરી પંડિતો હાલ કાશ્મીર ખીણમાં કેટલાક મુખ્ય ધાર્મિક મંદિરોની વાર્ષિક તીર્થયાત્રાએ પહોંચ્યા છે.

ફારુક અબ્દુલ્લા મંગળવારે જ્યેષ્ઠા મંદિરમાં કાશ્મીરી પંડિતોને મળવા માટે પહોંચ્યા હતા. પરંતુ ફારુક અબ્દુલ્લાના મંદિર પરિસરમાં પહોંચતાની સાથે જ કાશ્મીરી પંડિતોએ મોદી-મોદી અને ભારતમાતા કી જયના સૂત્રો પોકારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના બાદ ફારુક અબ્દુલ્લાને માત્ર લોકોને સંબોધિત કર્યા વગર જ પાછું જવું પડયું ન હતું, પણ કેટલાક પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે, તેમને મંદિરમાં ઘૂસવા પણ દેવાયા ન હતા. કાશ્મીર પંડિત ફારુક અબ્દુલ્લાને કાશ્મીરમાંથી તેમને હટાવવાને લઈને સવાલ પુછી રહ્યા હતા.

જ્યેષ્ઠા દેવી મંદિરમાં કાશ્મીરી પંડિત દર વર્ષે પૂજા કરવા માટે જમા થાય છે. મંગળવારે પણ તમામ કાશ્મીરી પંડિત પૂજા માટે જ્યેષ્ઠા દેવી મંદિર પહોંચ્યા હતા. તે પ્રસંગે ફારુક અબ્દુલ્લા પણ મંદિરમાં પહોંચવાના હતા. પરંતુ અબ્દુલ્લાના પહોંચતા પહેલા જ ત્યાં કાશ્મીરી પંડિતોનો એક સમૂહ એકઠો થઈ ગયો હતો. તેમાં મહિલાઓ અને પુરુષો બંને સામેલ હતા. ફારુક અબ્દુલ્લાના પહોંચતાની સાથે જ કાશ્મીરી પંડિતો ભડકી ઉઠયા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ફારુક અબ્દુલ્લા તેમને સમજાવતા રહ્યા હતા કે તેઓ જે કહેવા માંગે છે, તેને પહેલા સાંભળી લેવામાં આવે, પરંતુ અબ્દુલ્લાને સંબોધન કર્યા વગર જ પાછા જવું પડયું હતું.

જ્યેષ્ઠા દેવી મંદિર કાશ્મીર ખીણની નજીક છે. અહીં દર વર્ષે લાખો કાશ્મીરી પંડિત પૂજા કરવા માટે આવતા હોય છે. કાશ્મીરી પંડિત લાંબા સમયથી કાશ્મીર ખીણમાં પાછા ફરવાની માગણી કરી રહ્યા છે. ભાજપ કાશ્મીરી પંડિતોનો મામલો સતત ઉઠાવતું રહ્યું છે. જ્યારે નેશનલ કોન્ફરન્સ તેના પર ખુલીને બોલવાથી બચતી રહી છે.

Exit mobile version