Site icon hindi.revoi.in

‘નૌસેના દિવસ’ – પીએમ મોદીએ જવાનોને પાઠવી શુભેચ્છા- કહ્યું, નિડર રહીને રક્ષા કરતી દેશની સેનાને શૂભકામનાઓ

Social Share

દિલ્હીઃ- આજે સમગ્ર દેશમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, દરવર્ષે 4 ડિસેમ્બરના રોજ દેશ માટે લડત આપનારા પોતાની જાનની પરવાહ કર્યા વિના દેશ માટે કુર્બાની આપનારા નૌસેનાના જવાનોને આજના દિવસે ખાસ યાદ કરવામાં આવે છે, આજ રોજ  આ ખાસ દિવસ પર દેશના પીએમ મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિહંએ દેશના જવાનોને શુભેચ્છઆઓ આપી હતી અને જવાનોના હોંસાને સલામ કર્યું છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘આપણા તમામ બહાદુર નૌસેનાના જવાનો અને તેમના પરિવારોને નૌસેના દિવસની શુભકામના. ભારતીય નૌકાદળ નિર્ભયપણે આપણા દરિયાઈ તટોનું રક્ષણ કરે છે અને જરૂરિયાત પડવાના  સમયે માનવતાવાદી સહાય પણ પૂરી પાડે છે. આપણે સદીઓથી ભારતની સમૃદ્ધ દરિયાઇ પરંપરાને પણ યાદ કરીએ છીએ. ‘

ગૃહમંત્રી અમિત શાહે બહાદુર સૈનિકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, ‘નૌસેના દિવસ પર, હું ભારતીય નૌસેનાના આપણા તમામ હિંમતવાન જવાનો અને તેમના પરિવારોને હાર્દિક અભિનંદન આપું છું. ભારતને આપણી સમુદ્રી સરહદોનું રક્ષણ કરવા અને આપત્તિઓ દરમિયાન દેશની સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે આપણી પ્રચંડ નીલી જળસેના પર ગર્વ છે. ‘

ઉલ્લએખનીય છે કે, દરવર્ષની 4 ડિસેમ્બરને ભારતીય નૌકાદળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય નૌકાદળ સમુદ્રની સપાટી ઉપર અને અંદર  આપણાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા સક્ષમ સંતુલિત ત્રિપક્ષીય શક્તિ છે.ત્રણેય સેનાઓનું દેશની રક્ષામાં મહત્વનું યોગદાન છે.

સાહિન-

Exit mobile version