Site icon hindi.revoi.in

5મી વાર ઓડિશાના CM બન્યા નવીન પટ્ટનાયક, 21 મંત્રીઓ સાથે લીધા શપથ

Social Share

લોકસભા ચૂંટણી પૂરી થયા પછી હવે સરકાર ગઠનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી ગુરૂવારે વડાપ્રધાન તરીકે શપથ લેશે, ત્યારે આજે નવીન પટ્ટનાયકે ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઓડિશામાં આ વખતે લોકસભા ચૂંટણીની સાથે-સાથે વિધાનસભા ચૂંટણી પણ થઈ હતી, જેમાં નવીન પટ્ટનાયકની બીજેડીએ એકતરફી જીત મેળવી છે. આ ઉપરાંત આજે અરૂણાચલ પ્રદેશમાં પેમા ખાંડુ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

નવીન પટ્ટનાયકે આજે 5મી વખત ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. છેલ્લા બે દશકાથી ઓડિશામાં સત્તા સંભાળનાર નવીન પટનાયકને આ વિધાનસભા ચૂંટણીમાં પણ ઐતિહાસિક જીત મળી છે. 147 વિધાનસભા સીટવાળી ઓરિસ્સામાં બીજૂ જનતા દળને કુલ 105, બીજેપીને 27, કોંગ્રેસને 13 અને સીપીએમને 1 સીટ મળી છે. નવીન પટ્ટનાયકની સાથે 21 મંત્રીઓ પણ શપથ લેશે. અહીં લોકસભા ચૂંટણીમાં બીજેપીને 8 સીટ મળી છે જ્યારે બીજુ જનતા દળને 13 સીટ પર જીત મળી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકને અભિનંદન આપ્યા. ઉલ્લેખનીય છે કે નવીન પટ્ટનાયકે મોદીને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ શપથવિધિમાં સામેલ ન થઈ શક્યા.

Exit mobile version