Site icon hindi.revoi.in

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર: સુરત સમગ્ર દેશમાં બીજા સ્થાને, ગુજરાતના અન્ય 3 શહેરો પણ સામેલ

Social Share

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. આ વખતે સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતનું ડાયમંડ સિટી સુરત બીજા ક્રમાંકે આવ્યું છે. મધ્યપ્રદેશનું ઇન્દોર સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. ત્રીજા ક્રમાંકે નવી મુંબઇ આવ્યું છે. અમદાવાદ આ યાદીમાં પાંચમાં સ્થાને છે. રાજકોટ અમદાવાદથી એક સ્થાન પાછળ છઠ્ઠા સ્થાને છે, જ્યારે વડોદરા 10માં ક્રમાંકે આવ્યું છે. ટોપ-10ની સૂચિમાં ગુજરાતના 4 શહેરોનો સમાવેશ થયો છે.

પીએમ મોદીએ ગુરુવારે સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામોની જાહેરાત કરી હતી. આપને જણાવી દઇએ કે આ પહેલા વર્ષ 2017, 2018 અને 2019માં પણ ઇન્દોર પ્રથમ ક્રમાંકે રહ્યું હતું. સુરતને બીજું સ્થાન મળતાં સમગ્ર રાજ્ય ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.

વાંચો સંપૂર્ણ યાદી 

સ્વચ્છતા સર્વેક્ષણ 2020ની સૂચિમાં અન્ય શહેરોની વાત કરવામાં આવે તો તેમાં વિજયવાડા ચોથા ક્રમાંકે આવ્યું છે. મધ્યપ્રદેશનું ભોપાલ 7માં સ્થાને જ્યારે ચંદીગઢ આઠમાં સ્થાને આવ્યું છે. યાદીમાં 9માં સ્થાને વિશાખાપટ્ટનમ છે.

મહત્વનું છે કે, આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણની ટોપ 20 શહેરોની સૂચિમાં દેશની રાજધાની દિલ્હી અન દેશની આર્થિક રાજધાની મુંબઇને સ્થાન મળ્યું નથી.

(સંકેત)

 

Exit mobile version