Site icon hindi.revoi.in

74માં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું: અશાંતિ ઉભી કરનારને ભારત આપશે યોગ્ય જવાબ

Social Share

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દર વર્ષની જેમ ધામધૂમ નહીં થાય. સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. જેથી આ વર્ષે દેશમાં સ્વાતંત્ર્ય પર્વ ધામધૂમથી નહીં ઉજવાય. રાષ્ટ્રપતિએ ચીનનું નામ લીધા વગર સીમા વિવાદ મુદ્દે ચીનને જવાબ આપ્યો હતો.

દેશના બહાદુર જવાનોએ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ આપ્યાં

રાષ્ટ્રપતિએ સીમા વિવાદને લઈને જણાવ્યું હતું કે, આજે દુનિયા સામે આવેલી કોરોના મહામારીના પડકાર સામે તમામે એક થઈને લડવાની જરૂર છે ત્યારે આપણો પાડોશી પોતાની વિસ્તારવાદી ગતિવિધીઓને ચાલાકીથી અંજામ આપવાનું દુસાહસ કરી રહ્યું છે. સીમા ઉપર રક્ષા કરતા આપણા બહાદુર જવાનોએ દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણ પણ આપ્યાં છે. ભારત માતાના એ સપૂત રાષ્ટ્ર ગૌરવ માટે જીવ્યા અને શહીદ થયાં. દરેક ભારતીઓના હ્યદયમાં તેમના પ્રત્યે માન છે. તેમનું શૌર્ય એ બતાવે છે કે, આપણી આસ્થા શાંતિમાં છે પરંતુ કોઈ પણ અશાંતિ ઉત્પન કરવાની કોશિશ કરશે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. દરેક ભારતીયોને આપણા ભારતીય સુરક્ષા જવાનો, પોલીસ અને અર્ધ લશ્કરીદળો ઉપર ગર્વ છે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો કર્યો ઉલ્લેખ

અયોધ્યામાં રામ મંદિરને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ જણાવ્યું હતું કે, માત્ર દસ દિવસ પહેલા જ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર મંદિર નિર્માણનો શુભારંભ થયો છે અને દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યાં છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કોરોના વાયરસ સામેની લડાઈમાં સતત સેવા કાર્યરત તબીબો, નર્સ સહિતના કોરોના વોરિયર્સને પણ યાદ કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, આપણે વૈશ્વિક મહામારી ઉપર નિયંત્રણ રાખવામાં અને લોકોના જીવના રક્ષણ કરવામાં સફળતા મેળવી છે. જે સમગ્ર દુનિયા સામે એક ઉત્તમ ઉદાહરણ છે.

કોરોના મહામારી સામે કેન્દ્ર સરકારે કરી ઉત્તમ કામગીરી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે ઉત્તમ કામગીરી કરી છે. કોરોના સંકટને કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત કરીને સરકારે કોરોડો લોકોને આજીવીકા આપી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં આવેલા ચક્રાવતને કારણે ભારે નુકસાન થયું હતું. જેથી આપણી સામેના પડકારો વધ્યાં હતા. આ મુશ્કેલીના સમયમાં જાનમાલને ઓછુ નુકસાન થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ અને સાગૃત નાગરિકોએ કરેલી કામગીરીથી યોગ્ય મદદ મળી હતી.

મહાત્મા ગાંધીને કર્યા યાદ

તેમણે વધુમાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધી આપણી સ્વાધીનતા આંદોલનના માર્ગદર્શન રહ્યાં, તેમના વ્યક્તિત્વમાં એક સંત અને રાજનેતાનું જે સમન્વય જોવા મળે છે તે ભારતની માટીમાં જ સંભવ છે. આ પ્રસંગ્રે આપણે સ્વાધીનતા સેનાનિયોના બલિદાનને યાદ કરી છે. તેમના બલિદાનના કારણે આપણે સૌ આજે એક સ્વતંત્ર દેશના નિવાસી છીએ.

(સંકેત)

Exit mobile version