- સંસદના બંને ગૃહોમાં આવશ્યક વસ્તુ બિલ થઇ ગયું પાસ
- હવે અનાજ, દાળ, બટાકા, ખાદ્ય તેલ આવશ્યક વસ્તુઓની શ્રેણીમાંથી બાકાત
- આ તમામ કૃષિ સામગ્રી પર સરકારનું નિયંત્રણ નહીં રહે
સંસદના બંને ગૃહોમાં આવશ્યક વસ્તુ બિલ (Essential Commodities Act) પાસ થઇ ગયું છે. આ બિલ પસાર થયા બાદ હવે અનાજ, દાળ, બટાકા, ડુંગળી, ખાદ્ય તેલ જેવી વસ્તુઓ આવશ્યક વસ્તુઓની શ્રેણીમાં નહીં રહે. આપને જણાવી લોકસભામાં 15 સપ્ટેમ્બરે આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020ને મંજૂરી મળી હતી. હવે તે રાજ્યસભામાં પાસ થઇ ગયું છે. આ બાદ તમામ કૃષિ સામગ્રી પર સરકારનું નિયંત્રણ નહીં રહે અને ખેડૂત પોતાના હિસાબથી મૂલ્ય નક્કી કરી આપૂર્તિ અને વેચાણ કરી શકશે. સરકાર સમયાંતરે તેની સમીક્ષા કરતી રહેશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગ્રાહક મામલા, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી રાવ દાનવેએ કહ્યું હતું કે આ બિલના માધ્યમથી કૃષિ ક્ષેત્રમાં સંપૂર્ણ આપૂર્તિ શ્રૃંખલાને મજબૂત બનાવી શકાશે, ખેડૂત મજબૂત થશે અને રોકાણને પ્રોત્સાહન મળશે. તેનાથી કૃષિ ક્ષેત્રમાં કારોબાર અનુકૂળ માહોલ બનાવવા અને વોકલ ફોર લોકલને મજબૂત બનાવી શકાશે.
એસેન્શિયલ કોમોડિટી એક્ટ વિશે જાણો
આ એક્ટ હેઠળ જે પણ વસ્તુઓ આવે છે કેન્દ્ર સરકાર તેના વેચાણ, ભાવ, આપૂર્તિ અને વિતરણને કન્ટ્રોલ કરે છે. તેનું મિનિમલ રિટેલ પ્રાઇઝ નક્કી કરી દેવામાં આવે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના વગર જીવન વ્યતીત કરવામાં મુશ્કેલ હોય છે, આવી વસ્તુઓને આવશ્યક વસ્તુઓની યાદીમાં સામેલ કરવામાં આવે છે.
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારને જ્યારે પણ એવું જાણવા મળે છે કે એક નિયત વસ્તુની આવક માર્કેટમાં માંગ મુજબ ઘણી ઓછી છે અને તેની કિંમત સતત વધી રહી છે તો તે એક નિશ્ચિત સમય માટે એક્ટને તેની પર લાગુ કરે દે છે.
(સંકેત)