1. Home
  2. revoinews
  3. ઝાયડસની કોરોના વેક્સીન ZyCov-Dને હ્યુમન ટ્રાયલ્સ માટે મંજૂરી
ઝાયડસની કોરોના વેક્સીન ZyCov-Dને હ્યુમન ટ્રાયલ્સ માટે મંજૂરી

ઝાયડસની કોરોના વેક્સીન ZyCov-Dને હ્યુમન ટ્રાયલ્સ માટે મંજૂરી

0
  • ઝાયડસની કેડિલા હેલ્થકેરને કોરોનાની વેક્સીન બનાવવા તરફ મળી સફળતા
  • વેક્સીનનો પ્રી ક્લિનિકલ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો
  • હવે હ્યુમન ટ્રાયલ માટે પણ તેઓને મળી છે મંજૂરી

કોરોનાની વેક્સીન બનાવવા તરફ હવે કેડિલા હેલ્થકેરને સફળતા મળી છે. કેડિલા હેલ્થકેર ગ્રૂપની ઝાયડસે જણાવ્યું છે કે તેણે સ્થાનિક સ્તરે કોવિડ 19ની વેક્સની વિકસાવી છે અને તેના પ્રી ક્લિનિકલ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. ઝાયડસે વધુમાં જણાવ્યું કે તેને ભારતીય દવા ઉત્પાદન નિયમનકાર દ્વારા માનવ પરીક્ષણ કરવા માટેની મંજૂરી પણ મળી ગઇ છે.

ઝાયડસે આપેલી માહિતી મુજબ કંપનીએ ક્લિનિકલ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું ઉત્પાદન કરી લીધું છે અને જુલાઇમાં ક્લિનિકલ ટ્રાયલ્સનો પ્રારંભ કરશે. કંપની ભારતના જુદા જુદા ભાગમાં અંદાજે 1,000 સબ્જેક્ટ્સ ઉપર રસીનું પરીક્ષણ હાથ ધરશે.

ઝાયડસ દ્વારા અમદાવાદ ખાતેના વેક્સીન ટેક્નોલોજી સેન્ટરમાં વિકસાવવામાં આવેલી રસી ઝાયકોવ-ડીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસઓ) તરફથી ભારતમાં હ્યુમન ટ્રાયલ્સના પ્રથમ અને બીજા ફેઝની મંજૂરી મળી ગઈ છે.

આ રસીનું પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે મજબૂત રોગપ્રતિકારક હોવાનું પુરવાર થયું હતું. રસીની મદદથી ઉત્પન્ન થતી એન્ટિબોડી દ્વારા સૌથી ઘાતક વાયરસને પણ તે નબળો પાડવામાં સક્ષમ હોવાનું કંપનીએ જણાવ્યું હતું. આ રસીનું ઉંદર, ગીની પીગ અને સસલા પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સસલા પર કરાયેલા પરીક્ષણમાં માનવને આપી શકાય તેવા ત્રણ ડોઝ અપાયા હતા જેના આધારે આ દવા સલામત, સુરક્ષિત અને સારી રીતે રોગપ્રતિકારક હોવાનું પુરવાર થયું હતું.

નોંધનીય છે કે કંપની તેના વિવિધ પ્લાન્ટ્સમાં ઉત્પાદન વધારી તેના સફળ પરીક્ષણ બાદ જરૂરી મંજૂરીને આધિન ભારતીય બજાર અને વૈશ્વિક બજારમાં માંગને પુરી પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.