1. Home
  2. revoinews
  3. ઉત્તરપ્રદેશ: અહીંયા જો માસ્ક નહીં પહેરો તો તમારે 500 વાર લખવું પડશે ‘માસ્ક પહેરવાનું છે’
ઉત્તરપ્રદેશ: અહીંયા જો માસ્ક નહીં પહેરો તો તમારે 500 વાર લખવું પડશે ‘માસ્ક પહેરવાનું છે’

ઉત્તરપ્રદેશ: અહીંયા જો માસ્ક નહીં પહેરો તો તમારે 500 વાર લખવું પડશે ‘માસ્ક પહેરવાનું છે’

0
  • કોરોના સંક્રમણથી બચવા માટે માસ્કની અતિ અનિવાર્યતા
  • માસ્ક ના પહેરનારને હવે ઉત્તરપ્રદેશમાં કરાશે આ દંડ
  • તેઓઆ માસ્ક પહેરવાનું છે એમ 500 વાર લખવું પડશે

કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક ખૂબ જ અનિવાર્ય છે પરંતુ હજુ પણ લોકોમાં સ્વયં શિસ્તનો અભાવ હોવાથી માસ્ક પહેરવા પ્રત્યે સતર્કતા દેખાતી નથી અને માસ્ક ના પહેરવા પર દંડ થતો હોવા છત્તાં લોકો નિર્ભય થઇને માસ્ક વગર ફરી રહ્યા છે.

જો કે હવે ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ પોલીસ તંત્રએ માસ્ક ના પહેરનારાઓને દંડવા માટે એક અલગ કીમિયો અજમાવ્યો છે. પોલીસ તંત્રએ તેને માસ્ક કી ક્લાસ નામ આપ્યું છે. આ મુજબ જે વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેની પાસે સાદા કાગળ પર 500 વાર લખાવાશે: ‘માસ્ક પહેરવાનું છે.’

માસ્ક કી ક્લાસ હેઠળ માર્ગ પર માસ્ક વિના ફરનારાઓને શિક્ષણ પૂરું પડાશે. પોલીસ તેઓને વર્ગમાં 3-4 કલાક બેસાડશે. અન્ય કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. વર્ગમાં પોલીસ અધિકારી સાથે એક તબીબ પણ ઉપસ્થિત રહેશે.

વરિષ્ઠ પોલીસ અધીક્ષક સચિંદ પટેલે જણાવ્યું હતું કે આ વર્ગોમાં માસ્કના ફાયદા દર્શાવાશે. એમને પેન્સિલથી સાદા કાગળ પર લખાવાશે કે “માસ્ક પહેરવાનું છે”, આ પ્રયોગને લોકો સજાગ ના થાય ત્યાં સુધી ચાલુ રખાશે.

નોંધનીય છે કે થોડાક સમય પહેલા ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણને વધતા કેસને જોતા યુપી સરકારે ત્યાં ત્રણ દિવસનું લોકડાઉન લાગૂ કર્યું હતું. ઉત્તરપ્રદેશ ઉપરાંત અન્ય અનેક રાજ્યોમાં પણ કેસની વધતી સંખ્યાને જોતા લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.