Site icon Revoi.in

વૈશ્વિક સ્તરે કોરોના વેક્સીનેશનનો પ્રોગ્રામ ભારત વગર અશક્ય: નિષ્ણાંતો

Social Share

કોરોના વાયરસની સારવાર માટે કોરોનાની વેક્સીન શોધાય તે ખૂબ જ આવશ્યક છે. અનેક કંપનીઓએ કોરોના વેક્સીનની હ્યુમન ટ્રાયલ શરૂ કરી છે. જો કે કોઇપણ દેશે વેક્સીનેશન પ્રોગ્રામને ચલાવવો હોય તો તે ભારત વગર સંભવ નથી. ભારતમાં મોટા પાયે વેક્સીનનું ઉત્પાદન થાય છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને અંકુશમાં રાખવા માટે સમગ્ર દુનિયામાં સંયુક્તપણે કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ ચલાવવાની ભલામણ કરવામાં આવી છે. આ સ્થિતિમાં મોટા ભાગના દેશો ભારત તરફ મીટ માંડીને બેઠા છે.

ભારતમાં બે વેક્સીન કેન્ડિડેટ હ્મુમન ટ્રાયલમાં છે. વિશ્વ સ્તરે જરૂરિયાત અને વસતીને લીધે ભારત આશરે 3 અબજ જેટલી વેક્સીન તૈયાર કરી રહ્યું છે. જેમાંથી 2 અબજ વેક્સીનની નિકાસ કરવામાં આવે છે. દુનિયાભરની ત્રણ વેક્સીનમાંથી એક વેક્સીનનું નિર્માણ ભારતમાં થયેલું હોય છે.

વિશ્વમાં અત્યારસુધી 11 વેક્સીન હ્યુમન ટ્રાયલ સુધી પહોંચી છે. જેમાંથી બે ભારતમાં છે. ભારતની બે કોરોના વેક્સીન કેન્ડિડેટ COVAXIN અને ZyCov-D છે. ભારત બાયોટેક COVAXIN વેક્સીનના હ્યુમન ટ્રાયલની પ્રક્રિયામાં છે, સાથે-સાથે Zydus Cadila પણ એની ZyCov-D કોરોના વેક્સીનના હ્યુમન ટ્રાયલ પર છે. આ સિવાય ભારતની છ અલગ અલગ ફાર્મા કંપનીઓ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કોરોના વેક્સીન તૈયાર કરવામાં આગળ વધી રહી છે.

(સંકેત)