1. Home
  2. revoinews
  3. અમારા સૈનિકોની શહીદી બેકાર નહીં જવા દઇએ: ભારતીય વાયુસેના પ્રમુખ
અમારા સૈનિકોની શહીદી બેકાર નહીં જવા દઇએ: ભારતીય વાયુસેના પ્રમુખ

અમારા સૈનિકોની શહીદી બેકાર નહીં જવા દઇએ: ભારતીય વાયુસેના પ્રમુખ

0
  • ગલવાન ઘાટીમાં ભારત-ચીન અથડામણમાં ભારતના 20 જવાનો થયા હતા શહીદ
  • એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ ચીનને આપી ચેતવણી
  • ભારતીય સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જવા દઇએ: એર ચીફ માર્શલ

પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. શહીદ જવાનોને યાદ કરતા ભારતીય વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદોરિયાએ ચીનને ચેતવણી આપી છે. એર ચીફ માર્શલે ચીનને ચેતવણી આપી છે કે અમે ભારતીય સૈનિકોની શહીદી વ્યર્થ નહીં જવા દઇએ.

એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કહ્યું હતું કે, “LAC પર સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે અમે સંપૂર્ણપણે સજ્જ છીએ. અમે તમામ મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માંગીએ છીએ પરંતુ અમે ચીનને એવું કહી દેવા માંગીએ છીએ કે કોઇ પણ આક્રમકતાનો જવાબ આપવા માટે અમારી સેના સંપૂર્ણપણે તૈયાર છે. હું રાષ્ટ્રને વિશ્વાસ અપાવવા માંગું છું કે અમે ગલવાન ઘાટીમાં બહાદુર સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જવા દઇએ.”

મહત્વું છે કે, હાલમાં ભારત અને ચીન વચ્ચે સરહદી સંબંધોને લઇને તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર છે. વાયુસેનાએ લેહ-લદ્દાખમાં પોતાની ગતિવિધિ વધારી છે. વાયુસેનાની તૈયારીના મુલ્યાંકન માટે એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ બે દિવસ પહેલા શ્રીનગરનો પ્રવાસ કર્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.