1. Home
  2. revoinews
  3. વિશ્વમાં પ્રતિ લાખની વસતી પર કોરોનાના સૌથી ઓછા કેસ ભારતમાં: સ્વાસ્થ્ય મંત્રાલય
વિશ્વમાં પ્રતિ લાખની વસતી પર કોરોનાના સૌથી ઓછા કેસ ભારતમાં: સ્વાસ્થ્ય મંત્રાલય

વિશ્વમાં પ્રતિ લાખની વસતી પર કોરોનાના સૌથી ઓછા કેસ ભારતમાં: સ્વાસ્થ્ય મંત્રાલય

0
  • ભારતમાં કોરોના વાયરસની મહામારીને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો
  • અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ
  • ભારતમાં પ્રતિ લાખની વસતી 30.04 કેસ છે: સ્વાસ્થ્ય મંત્રાલય

ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે વિશ્વના અન્ય અસરગ્રસ્ત દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પ્રતિ લાખની વસતી પર કોરોના સંક્રમણના કેસો દુનિયાની સરખામણીએ ભારતમાં સૌથી ઓછા છે અને સક્રિય કેસો તથા રિકવરી રેટ પણ સતત સુધરી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, ભારતમાં પ્રતિ લાખની વસતી પર 30.04 કેસ છે જ્યારે વૈશ્વિક સરેરાશ પ્રમાણ 114.67 કેસનું છે. રિપોર્ટ પ્રમાણે અમેરિમાં પ્રતિ લાખ 671.24 કેસ છે જ્યારે જર્મનીમાં 583.88, સ્પેનમાં 526.22 અને બ્રાઝિલમાં 489.42 કેસ છે.

જો કે અન્ય એક હકીકત એ પણ છે કે દેશમાં અનલોક 1.0 લાગૂ કરાયા બાદ પ્રતિ દિવસ કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારે દેશવ્યાપી કુલ કેસોનો આંકડો 4,25,282 એ પહોંચ્યો હતો. દેશમાં અત્યારસુધી 13,699 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.