Site icon hindi.revoi.in

આજે અનલોક-5ની ગાઇડલાઇન થઇ શકે છે જાહેર, મળી શકે છે આ છૂટછાટ

Social Share

દેશમાં કોરોનાની મહામારી બાદ સંક્રમણને અંકુશમાં રાખવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને હવે અલગ અલગ તબક્કાઓમાં ખોલવામાં આવી રહ્યું છે. અત્યારસુધી કુલ 4 અનલોકમાં અનેક પ્રકારના પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે અને છૂટછાટ આપવામાં આવી છે. હવે આ જ દિશામાં અનલોક-5ની જાહેરાત કરવામાં આવી શકે છે. આજે અનલોક 5માં 31 ઓક્ટોબર સુધી માટે નવી ગાઇડલાઇન્સની જાહેરાત કરવામાં આવી શકે છે. દેશમાં ઓક્ટોબર માસથી અનેક તહેવારોની મોસ શઇ થઇ રહી છે ત્યારે કોરોનાના વધતા વ્યાપ વચ્ચે હવે સરકારે કઇ છૂટછાટ આપે છે તે જોવાનું રહેશે.

અનલોક 5માં કેટલીક છૂટછાટો આપવામાં આવી શકે છે જેમાં સિનેમા હૉલ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાર્કને છૂટ આપવામાં આવે તેવી સંભાવના છે. અગાઉ અનલોક 4માં જાહેર સ્થળો જેવા કે મૉલ, સલૂન, રેસ્ટોરાં, જિમને છૂટ આપવામાં આવી છે. અગાઉની ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિએટર ખોલવાના નિર્દેશ આપવામાં આવી ચૂક્યા છે.

કોરોનાની મહામારી દરમિયાન ખાસ કરીને દેશના પર્યટન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે ત્યારે પર્યટન ક્ષેત્રને આ ફટકામાંથી ઉગારવા માટે અનલોક-5ની પ્રક્રિયા દરમિયાન વધુ પર્યટન સ્થળો અને ટૂરિસ્ટ સેન્ટરોને પર્યટકો માટે ખોલવામાં આવી શકે છે. આવા જ એક પ્રયાસમાં સિક્કિમની સરકારે 10 ઑક્ટોબરથી હોટલો, હોમ-સ્ટે અને અન્ય ટૂરિઝમથી જોડાયેલી સેવાઓને શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, ગત મહિને ગૃહ મંત્રાલયએ કેટલીક વધુ છૂટ આપવાની વાત કહી હતી અને ધીમે-ધીમે કન્ટેનમેન્ટ ઝોનની બહાર વધુ ગતિવિધિઓ માટે છૂટ આપી હવી. હવે જ્યાં ઉદ્યોગ આવનારા તહેવારોના દિવસોમાં ગ્રાહકો તરફથી માંગના વધારાની આશા રાખી રહ્યા છે, વધુ છૂટ આપવામાં આવી શકે છે.

(સંકેત)

Exit mobile version