1. Home
  2. revoinews
  3. CBSE બોર્ડના પાઠ્યક્રમનો વિવાદ: કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટતા, ગેરમાન્યતાઓ ફેલાવાઇ રહી છે
CBSE બોર્ડના પાઠ્યક્રમનો વિવાદ: કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટતા, ગેરમાન્યતાઓ ફેલાવાઇ રહી છે

CBSE બોર્ડના પાઠ્યક્રમનો વિવાદ: કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટતા, ગેરમાન્યતાઓ ફેલાવાઇ રહી છે

0

કોવિડ-19 ને કારણે સર્જાયેલી પ્રતિકૂળ પરિસ્થિતિને જોતા CBSE એ 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાની જાહેરાત કરી હતી જો કે આ બાદ વિપક્ષ સહિતના લોકો પાઠ્યક્રમમાંથી કેટલાક ચોક્કસ વિષયો હટાવવાની પુરતી માહિતી વગર ગેરમાન્યતા ફેલાવી રહ્યા છે. કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ દ્વારા કેન્દ્રીય શિક્ષણ બોર્ડના પાઠ્યક્રમને ઘટાડવાના વિવાદ મુદ્દે આ સ્પષ્ટતા કરી હતી.

CBSEની અભ્યાસક્રમ ઘટાડવાની જાહેરાત બાદ વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, અભ્યાસક્રમમાંથી ઇરાદાપૂર્વક ભારતના બંધારણ અને બહુમતવાદ સહિતના પાઠ્યક્રમને પડતો મુકવામાં આવ્યો છે જેથી એક ચોક્કસ વિચારધારાને પ્રોત્સાહન મળી શકે.

કેન્દ્રીય માનવ સંશાધન મંત્રીએ ટ્વિટર પર સંખ્યાબંધ ટ્વીટ કરીને આજે આ વિવાદ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, વિપક્ષ ચોક્કસ ટોપિક્સને જ પકડીને આ સમગ્ર મુદ્દાને ભડકાવી રહ્યો છે. જો કે રાષ્ટ્રવાદ, સ્થાનિક સરકાર, સંઘવાદ આવા ગણ્યા ગાંઠ્યા ત્રણ-ચાર પાઠને બાદ કરાતા તેનો ઉલ્લેખ કરીને મુદ્દો બનાવવામાં આવી રહ્યો  છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ સિલેબસ કોરોના મહામારીને પગલે ફક્ત એક વખત જ ટૂંકાવવામાં આવ્યો છે.

CBSE એ શાળાઓને NCERTના વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરનું પાલન કરવાની સૂચના આપી છે અને તેના અંતર્ગત તમામ ટોપિક્સને ભણાવવામાં આવશે. કોવિડ-19ને કારણે ફક્ત એક વખત આ નિર્ણય અમલમાં આવસે.

કોર્સમાં 30 ટકા ઘટાડો કરવાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ પર દબાણ ઓછું કરવાનો છે. વિવિધ નિષ્ણાતો તેમજ શિક્ષણવિદોની સલાહને આધારે આ નિર્ણય લેવાયો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. એચઆરડી મંત્રીએ ઉમેર્યું કે મહેરબાની કરીને રાજકારણને શિક્ષણથી અલગ રાખવું જોઈએ. સારું શિક્ષણ એ વિદ્યાર્થી પ્રત્યે આપણી પવિત્ર ફરજ છે એટલે આપણે તેમાં રાજકારણ ના કરતા રાજકારણને વધુ શિક્ષિત કરવું જોઈએ.

સિલેબસમાં ઘટાડાના મામલે તેમણે ઉમેર્યું હતું કે, કોઈ ચોક્કસ વિષયનો સિલેબસ નથી ઘટાડાયો પરંતુ તમામ વિષયોમાં પાઠ્યક્રમ ઓછો કરવામાં આવ્યો છે. ઈકોનોમિક્સ, બાયોલોજી વગેરે વિષયોમાંથી પણ કેટલાક ચેપ્ટર્સને સિલેબસમાંથી પડતા મુકવામાં આવ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.