Site icon hindi.revoi.in

કોરોનાના સંકટને કારણે બેરોજગાર થયેલા લોકોને સરકાર 6 મહિનાનો પગાર આપશે

Social Share

બેરોજગારોની વહારે મોદી સરકાર
– સરકાર આપશે 6 મહિનાનો પગાર
– આ માટેની સ્કીમ પર 20 ઓગસ્ટના રોજ યોજાશે બેઠક

કોરોનાની મહામારી ને કારણે દેશના અનેક લોકો રોજગારી ગુમાવી ચૂક્યા છે અને બેરોજગાર બન્યા છે ત્યારે કેન્દ્રીય શ્રમ મંત્રાલય બેરોજગારોને રાહત આપવા પર વિચારણા કરી રહ્યું છે. નવા પ્રસ્તાવ મુજબ ESIC સાથે સંલગ્ન કર્મચારીઓને બેકાર થવાની સ્થિતિમાં છ મહિના સુધી ભથ્થુ આપવામાં આવશે. આ ભથ્થુ છેલ્લા પગારના 50 ટકા ની બરાબર હશે. હાલ આ રકમ છેલ્લા પગારના 25 ટકા છે.

આમ તો આ સ્કીમનો લાભ એક જ વખત લઈ શકાય છે પરંતુ હવે આ મર્યાદાને સમાપ્ત કરવામાં આવે તેવી સંભાવના છે. 20 ઓગસ્ટના રોજ કર્મચારી રાજ્ય વીમા નિગમના સભ્યોની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરાશે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો ESIC ના 3.2 કરોડ સબસ્ક્રાઇબર્સને ફાયદો થશે.

આ પ્રસ્તાવને લઈને પીએમઓ દ્વારા કેટલાક સૂચનો અપાયા હતા. કોરોના સંકટને કારણે અનેક લોકો બેરોજગાર થઇ ચૂક્યા છે ત્યારે સરકાર આ સ્કીમમાં છૂટ આપી વધુને વધુ બેરોજગારોને સહાય કરવા માંગે છે. હવે દરેકની નજર 20 ઓગસ્ટે યોજાનારી ESIC ની બેઠક પર છે.

(સંકેત)

Exit mobile version