Site icon hindi.revoi.in

દિલ્હી હિંસા: UAPA હેઠળ ઉમર ખાલિદ-શરજીલ ઇમામ ઉપર કેસ ચાલશે

Social Share

નવી દિલ્હી: દિલ્હી હિંસા અંગે ગૃહ મંત્રાલય અને દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે ઉમર ખાલીદ અને શરજીલ ઇમામ પર UAPA અંતર્ગત કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આપને જણાવી દઇએ કે દિલ્હી પોલીસે હિંસાના મામલે UAPA એક્ટ અંતર્ગત ઉમર ખાલિદની ધરપકડ કરી છે. કાયદા પ્રમાણે UAPA એક્ટ અંતર્ગત કોઇ પણ વ્યક્તિ પર કેસ ચલાવતા પહેલા ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી જરૂરી છે. એક માહિતી અનુસાર એક સપ્તાહ પહેલા મંત્રાલયે આ અંગે મંજૂરી આપી છે.

ગૃહ મંત્રાલયની મંજૂરી મળી ચૂકી છે ત્યારે હવે ટૂંક સમયમાં દિલ્હી પોલીસ શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. આપને જણાવી દઇએ કે દિલ્હી હિંસા સાથે જોડાયેલા કેસમાં પોલીસે 14 સપ્ટેમમ્બરના રોજ ઉમર ખાલિદની ધરપકડ કરી છે. કોર્ટે ઉમર ખાલિદની કસ્ટડી કોર્ટે 20 નવેમ્બર સુધી વધારી છે. દિલ્હી પોલીસે જો કે ઉમર ખાલિદની કસ્ટડી 30 દિવસ સુધી વધારવા માટે અરજી કરી છે.

ઉમર ખાલિદે આ અરજીઓ વિરોધ કર્યો હતો અને કહ્યું કે, પોલીસની તપાસમાં તેણે તમામ પ્રકારનો સહયોગ આપ્યો છે. તેવામાં ઉમર ખઆલિદ તપાસમાં સહયોગ નથી કરતો તેવા આરોપ સાથે કસ્ટડી વધારવાની દિલ્હી પોલીસની અરજી ખોટી છે. તો બીજી તરફ દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું છે કે, આ કેસની તપાસ શરૂ છે, ત્યારે ઉમર ખાલિદને જમાનત ના આપી શકાય.

(સંકેત)

Exit mobile version