Site icon hindi.revoi.in

TRP કૌભાંડ: BARC Indiaએ આ ન્યૂઝ ચેનલોના રેટિંગ પર લગાવ્યો 3 મહિનાનો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હી:  થોડાક સમય પહેલા મુંબઇ પોલીસે TRP સ્કેમ પકડી પાડ્યું હતું. આ ઘટના બાદ હવે TRP રેટિંગ એજન્સી BARCએ ચેનલો માટે સાપ્તાહિક રેટિંગ પર આગામી 3 મહિના માટે પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યું છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે તે ફેક રેટિંગના સમાચારો અને દાવાઓની વચ્ચે પોતાની સમીક્ષા કરશે. BARCએ કહ્યું કે ન્યૂઝ જોનરની સાથે BARC તમામ સમાચાર ચેનલો માટે ઇન્ડિવિજ્યુઅલ વીકલી રેટિંગ જાહેર કરવાનું બંધ કરી દેશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, BARC ટેક કોમની દેખરેખ હેઠળ વેલિડેશન અને ટ્રાયલને લઇને આમાં અંદાજે 8-12 સપ્તાહ સુધીનો સમય લાગવાની આશા છે. BARCનું કહેવું છે કે BARC રાજ્ય અને ભાષા અંતર્ગત દર્શકોના ન્યૂઝ જોનરનું વીકલી એન્ટિમેટ આપતી રહેશે.

આપને જણાવી દઇએ કે આ TRP કૌંભાડ ત્યારે પકડાયું જ્યારે રેટિંગ એજન્સીએ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ને હંસા રિસર્ચ ગ્રૂપ મારફતે ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ચેનલો TRPના રેટની સંખ્યામાં ચેડાં કરી રહી છે.

થોડાક સમય પહેલા મુંબઇ પોલીસે દાવો કર્યો હતો કે રિપબ્લિક ટીવી અને 2 મરાઠી ચેનલોએ TRPમાં ચેડાં કર્યા છે અને હેરફેર કરી છે. આ કૌંભાડ હેઠળ 4 લોકોની ધરપકડ કરાઇ છે. જેમાં 2 મરાઠી ચેનલોના માલિક સામેલ છે. જો કે રિપબ્લિક ટીવીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર શિવ સુબ્રમણ્યમે તપાસ માટે હાજર થવાનો ઇનકાર કરી દીધો હતો અને રાહત માટે સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે બાર્ક બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ઇન્ડિયા નામનો એક સંયુક્ત ઉદ્યોગ ઉપક્રમ છે જેને પ્રસારણકર્તા (IBF), જાહેરખબર આપનાર (ISA) તેમજ વિજ્ઞાપન તથા મીડિયા એજન્સી (AAAI)નું પ્રતિનિધિત્વ કરનાર સ્ટોક હોલ્ડર નિદ્વિબદ્વ કરે છે.

(સંકેત)

Exit mobile version