Site icon hindi.revoi.in

ભારતની 3 કંપનીઓ બનાવી રહી છે દવા, જેનાથી કોરોના સામે મળશે રક્ષણ

Social Share

હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાને મ્હાત આપવા માટે અનેક વેક્સીન પર કામ ચાલી રહ્યું છે અને કેટલાક તબક્કામાં ટ્રાયલ થઇ રહી છે ત્યારે હવે ભારતમાં 3 કંપનીઓએ કોરોના માટે એન્ટિબોડી દવા બનાવવાની શરૂ કરી દીધી છે. જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીના શરીરમાં એન્ટિબોડીઝ ડિલિવરી કરી શકાય. ભારત સીરમ્સ, ઇન્ટાસ ફાર્મા અને બાયોલોજિકલ ઇ એ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની સાથે મળીને આ થેરેપી પર કામ શરૂ કર્યું છે.

એન્ટિબોડીઝ એ શરીરમાં ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની જેમ કામ કરે છે. જેવો કોઇ વાયરસ પૈથોજેન હુમલો કરે છે. ઇમ્યુન સિસ્ટમ એન્ટિબોડીઝ બનાવવા લાગે છે. હાલમાં જે દવા કોરોનાની સારવારમાં વપરાઇ રહી છે તે ફક્ત વાયરલ કાઉન્ટ ઓછા કરે છે. જ્યારે એન્ટિબોડીઝ રસી જેવું કામ કરે છે. તે ઇન્ફેક્શનથી થોડાક સમય માટે ઇમ્યુનિટી પણ પ્રદાન કરે છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદ સ્થિત ઇન્ટાસ તે દર્દીઓના રક્તમાંથી એન્ટિબોડીઝ બનાવવાની યોજના બનાવી રહી છે જે કોરોનામાંથી સાજા થઇ ગયા છે. કંપની એવી દવાનું નિર્માણ કરશે જે તમામ બ્લડ ગ્રૂપના લોકોને આપી શકાય. કંપનીએ મોર્ડરેટ દર્દીઓ પર ટ્રાયલ શરૂ કર્યા છે અને પરિણામની રાહ જોવાઇ રહી છે. મુંબઇની ભારત સીરમ્સ ઘોડાના એન્ટિસેરાનો ઉપયોગ કરીને એન્ટિબોડીઝ બનાવશે. કંપનીને આશા છે કે આગામી મહિના સુધીમાં ટ્રાયલના પરિણામ આવી જશે.

મહત્વનું છે કે, અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સાજા કરવા માટે મિલિટ્રી હોસ્પિટલમાં Regeneronનું એન્ટિબોડી કોકટેલ આપવામાં આવ્યું હતું. આ કોકટેલ ખૂબ અસરકારક માનવામાં આવી રહ્યું છે.

(સંકેત)

Exit mobile version