Site icon hindi.revoi.in

ભારતમાં રશિયાની Sputnik V રસીના વેચાણ માટે આ કંપનીએ કરી ડીલ

Social Share

નવી દિલ્હી: દેશની કોરોના રસી આવતા હજુ એક વર્ષની પ્રતિક્ષા કરવી પડશે ત્યારે એ પહેલા ભારતમાં રશિયાની કોરોના રસી Sputnik V ઉપલબ્ધ બનશે. દિલ્હીની મેનફાઇન્ડ ફાર્માએ RDIFની સાથે ભારતમાં સ્પુતનિક રસીના માર્કેટિંગ અને વેચાણ માટે સોદો કર્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, દિલ્હી સ્થિત મેનફાઇન્ડ ફાર્માએ RDIFની સાથે સ્પુતનિક વી માટે ડિલ કરી છે પરંતુ તેની ભારતમાં કેટલા ડોઝની ડીલ થઇ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બીજી તરફ ઇઝારયલે પોતાની કોરોનાની રસીનું નામ Brilife રાખ્યું છે. જેના હ્યુમન ટ્રાયલ ઑક્ટોબરના છેલ્લા સપ્તાહમાં શરૂ થશે.

ડૉ.રેડ્ડીઝ લેબ્સે પણ કહ્યું હતું કે તેમણે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસેથી સ્પુતનિક 5ના ફેઝ 2 અને 3ના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી મળી ગઇ છે. મલ્ટી રેન્ટ રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ ટ્રાયલમાં એ જોવામાં આવી રહ્યું છે કે આ રસી કેટલી અસરકારક અને સલામત છે. આ રસી ગામલેયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ તૈયાર કરી છે.

ભારતમાં કોરોનાની રસીને લઇને પીએમ મોદીએ ડિલિવરી અને તેની તૈયારી અંગે જણાવ્યું છે. તેમણે ગ્રાન્ડ ચેલેન્જીસ મીટિંગ 2020ના ઉદ્વાટનમાં કહ્યું કે ભારત રસીના વિકાસમાં આગળ છે. આપણે ક્યાંય નહીં રોકાઇએ. વેલ એસ્ટાબ્લિશ્ડ રસીની ડિલિવરી સિસ્ટમમાં તૈયાર કરવામાં પ્રવૃત્ત છીએ.

(સંકેત)

Exit mobile version