Site icon hindi.revoi.in

કોરોના વેક્સીનની પેટના દુખાવાથી લઇને માઇગ્રેન સુધીની છે સાઇડ ઇફેક્ટ્સ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને હરાવવા માટે સમગ્ર દુનિયા વેક્સીન પર મીટ માંડીને બેઠી છે. દરેકની નજર ટ્રાયલ્સની સફળતા પર રહેલી છે. તમામને આશા છે કે કોરોના વાયરસની વિરુદ્વ વેક્સીન મોટું હથિયાર સાબિત થશે. કોરોના વાયરસની વેક્સીન આપણને કોરોનાથી કદાચ બચાવે છે પરંતુ નિષ્ણાતો અનુસાર તેની કેટલીક સાઇડ ઇફેક્ટ્સ પણ રહેલી છે જેના અંગે વૈજ્ઞાનિકો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે તે વાત સૌ કોઇ જાણે છે પરંતુ કોવિડ-19ની વિરુદ્વ વેક્સીન લેવી એટલી સરળ હોતી નથી. અનેક લોકોમાં અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ જોવા મળવાની શક્યતા છે. જો કે સાઇડ ઇફેક્ટ્સથી ગભરાવવાની જરૂર નથી. એ વાત સ્પષ્ટ છે કે કોઇપણ એવી કોવિડ-19 વેક્સીનને મંજૂરી નહીં આપવામાં આવે જેનામાં જીવલેણ સાઇડ ઇફેક્ટ્સ છે.

વેક્સીનની ટ્રાયલ્સ દરમિયાન અનેક લોકોને તાવ અને માથાના દુખાવાનો સામનો કરવો પડ્યો. મીડિયા રિપોર્ટ્સ માનીએ તો વેક્સીન રેસમાં આગળ વધવા માટે મોડર્નાની વેક્સીન બાદ એક વ્યક્તિને અંદાજે 102 ડિગ્રી તાવ આવ્યો હતો અને તેને ખૂબ ઢંડી લાગવા લાગી હતી. જો કે તેનાથી તેમણે એ સ્પષ્ટ કર્યું કે આ લક્ષણ કેટલાક કલાકો બાદ આપમેળે શાંત થઇ ગયા હતા. બીજી તરફ કેટલાક લોકોએ વેક્સીન લીધાના થોડા સમય બાદ માથાના જોરદાર દુખાવાની ફરિયાદ કરી હતી.

જો કે, વૈજ્ઞાનિકો અનુસાર આ સામાન્ય વાત છે. તેમનું કહેવું છે કે વેક્સીન લીધા બાદ તાવ આવે જ છે. આ ઉપરાંત પણ આપને કેટલીક સાઇડ ઇફેક્ટ્સ અનુભવાય છે. ટ્રાયલ્સમાં સામેલ કેટલાક લોકોમાં પેટ સંબંધિત સમસ્યાઓ નોંધવામાં આવી. વેક્સીનથી આપની પાચનશક્તિ પણ પ્રભાવિત થઇ શકે છે.

ફાઇઝર, મોડર્ના અને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા જેવી વેક્સીનની ટ્રાયલ્સ દરમિયાન લોકોને દુખાવાની વાત સામે આવી. માનવામાં આવી રહ્યું છે કે વેક્સીનના ઉપયોગ બાદ સ્નાયુઓ અને દુખાવામાં પણ સોજો આવી શકે છે. આ ઉપરાંત માથાનો દુખાવો અને માઇગ્રેન થવાની પણ આશંકા રહેલી છે. એક મહિલા વોલન્ટિયરે માઇગ્રેનની ફરિયાદ કરી હતી.

વેક્સીન આપવામાં આવશે ત્યાં દુખાવાનો અનુભવ થવાની શક્યતા છે. રોગપ્રતિકારક શક્તિના કારણે રેડનેસ અને રેશિસની પણ ફરિયાદ હોઇ શકે છે.

(સંકેત)

Exit mobile version