Site icon hindi.revoi.in

ભારતીય નૌકાદળમાં સામેલ થશે આ અદ્યતન વિમાન, દુશ્મનો પર રાખશે બાજ નજર

Social Share

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે જુલાઇ 2016માં ચાર P8I વિમાનો માટે સમજૂતી થઇ હતી, જે ચાર વિમાનોને પશ્વિમી સમુદ્રમાં નજર રાખવા માટે INS HANS પર તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભારતીય નૌકાદળને બુધવારે US તરફથી પ્રથમ નવું લાંબા અંતરનું દરિયાઇ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P8I પ્રાપ્ત થયું છે. જેને ગોવા એર સ્ટેશન પર લાવવામાં આવ્યું છે. તે સમુદ્ર હેઠળ સબમરીનને નિશાન બનાવવા અને તેનો નાશ કરવા માટેના સેન્સર અને આધુનિક શસ્ત્રોથી સજ્જ છે. અન્ય ત્રણ P8I વિમાનો આવતા વર્ષ સુધીમાં ભારતીય નૌકાદળને મળી જશે.

જુલાઇ 2016માં અમેરિકા સાથે થઇ હતી ડીલ

આપને જણાવી દઇએ કે અમેરિકા સાથે, જુલાઇ 2016માં ચાર P8I વિમાનો ખરીદવા માટે સોદો થયો હતો. જેની કિંમત 88 બિલિયન ડોલર હતી. આ ચાર નવા P8I વિમાનોને પશ્વિમી દરિયાકાંઠા પર નજર રાખવા માટે ગોવાના INS HANS પર તૈનાત કરવામાં આવશે.

અગાઉ તામિલનાડુના અરકકોનમમાં INS RAJALi ખાતે આવા 8 વિમાનોને તૈનાત કરાયા હતા. જો કે હવે ભારત-ચીન વચ્ચે વધી રહેલા તણાવ બાદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ વિમાનોનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

આ વિમાનો શસ્ત્રોથી છે સજ્જ

બોઇંગ દ્વારા નિર્મિત પ્રથમ 8 P8I વિમાનો, હાર્પૂન બ્લોક- મિસાઇલ, એકે-54 લાઇટ ટોર્પિડો, રોકેટ વગેરેથી સજ્જ હતા. તેમને જાન્યુઆરી 2009માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ માટે 2.1 બિલિયન ડોલરમાં સોદો કરવામાં આવ્યો હતો.

ગુપ્તચર મિશન યોગ્ય છે આ વિમાનો

આ પ્લેન પ્રતિ કલાક મહત્તમ 907 કિ.મીની સ્પીડ ધરાવે છે અને 1200 કિ.મી.ની પેટ્રોલિંગ રેન્જ ધરાવે છે. P8I વિમાનો દરિયાઇ દેખરેખ અને ગુપ્તચર મિશન માટે યોગ્ય છે. ભારત અમેરિકા સાથે વધુ આવા 6 P8I વિમાનો માટે ડીલ કરવા જઇ રહ્યું છે.

(સંકેત)

Exit mobile version