1. Home
  2. revoinews
  3. CBSE ધો.10નું પરિણામ આવતીકાલે થશે જાહેર, કેન્દ્રીય મંત્રી ડૉ.રમેશ પોખરિયાલે કરી પુષ્ટિ
CBSE ધો.10નું પરિણામ આવતીકાલે થશે જાહેર, કેન્દ્રીય મંત્રી ડૉ.રમેશ પોખરિયાલે કરી પુષ્ટિ

CBSE ધો.10નું પરિણામ આવતીકાલે થશે જાહેર, કેન્દ્રીય મંત્રી ડૉ.રમેશ પોખરિયાલે કરી પુષ્ટિ

0
  • CBSE દ્વારા ધો.10નું પરિણામ આવતીકાલે 15 જુલાઇએ જાહેર કરાશે
  • કેન્દ્રીય મંત્રી ડૉ.રમેશ પોખરિયાલે ટ્વીટ દ્વારા આપી માહિતી
  • આ વખતે અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓ ધો.10ની આપી પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ગઇકાલે એટલે કે 13 જુલાઇના રોજ ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેથી હવે આજે 14 જુલાઇએ ધોરણ-10નું પરિણામ જાહેર થશે તેવી અટકળો હતી જો કે આ દરેક અટકળો વચ્ચે CBSE ધોરણ-10ના પરિણામને લઇને કેન્દ્રીય મંત્રી ડૉ.રમેશ પોખરિયાલે ટ્વીટ કરીને ધોરણ-10નું પરિમાણ આવતીકાલે જાહેર થશે તેવું જણાવ્યું છે.

આપને જણાવી દઇએ કે આ વર્ષે અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. ધોરણ-10માની પરિક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ  cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ results.nic.in પર પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

 આવતી કાલે આવી રીતે પરિણામ જોઈ શકાશે

  • સૌથી પહેલા CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જવું
  • અહીં હોમ પેજ પર ધોરણ 10મા CBSE Results 2020 લિંક પર ક્લિક કરો
  • હવે એક નવું પેજ ઓપન થશે ત્યારે ઉમેદવારોએએ લોગઈન કરવાનું રહેશે
  • લોગઈન કરતા જ તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે
  • પરિણામ જોયા બાદ તેને ડાઉનલોડ કરીને હાર્ડ કોપી રાખો

આ વખતે કોરોનાની પરિસ્થિતિને કારણે લોકડાઉન થતા બોર્ડ બાકીની પરીક્ષાનું આયોજન કરી શક્યું નથી. આથી CBSEએ 12માં ધોરણ બાદ હવે 10માં ધોરણનું પરિણામ પણ મેરિટ લિસ્ટ વગર અને ટોપર્સ લિસ્ટ વિના જાહેર કરશે.

મહત્વનું છે કે, ધોરણ-10ના વિદ્યાર્થીઓને ડિજિલોકર દ્વારા ડિજિટલ માર્કશીટ આપવામાં આવશે. ડિજિલોકરથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તેને  digilocker.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. બોર્ડની તરફથી વિદ્યાર્થીઓને ડિજિલોકર ક્રેડેંશિયલ્સ SMS દ્વારા આપવામાં આવશે. તેનો ઉપયોગ કરીને તેઓ પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.