Site icon Revoi.in

કેન્દ્ર સરકારનો ચોંકાવનારો ખુલાસો, દેશના 12 રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય છે

Social Share

– વિશ્વભરના અનેક દેશોમાં ધીરે ધીરે પગપેસારો કરી રહ્યું છે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ
– ભારતના 12 રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય હોવાની ચોંકાવનારી માહિતી સરકારે આપી
– દેશના તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય

વિશ્વભરમાં અનેક આતંકી સંગઠનોને સંચાલિત કરતા બદનામ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ દેશના 12 રાજ્યોમાં સક્રિય હોવાની ચોંકાવનારી માહિતી કેન્દ્ર સરકારે આપી હતી. ઇરાન અને સીરિયામાં સક્રિય એવી ઇસ્લામિક સ્ટેટે દેશના બારેક રાજ્યોમાં પોતાની વગ ઘુસાડી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઇસ્લામિક સ્ટેટ સક્રિય હોય એવાં રાજ્યોમાં સૌથી વધુ અસર દક્ષિણના રાજ્યોમાં હતી. સાઉથનાં લગભગ બધા જ રાજ્યો, તામિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ અને જમ્મૂ કાશ્મીરનો સમાવેશ થતો હતો.

આપને જણાવી દઇએ કે વર્ષ 2014 પછી ઇસ્લામિક સ્ટેટ ઇરાન-ઇરાક ઉપરાંત બાંગ્લાદેશ, માલી, સોમાલિયા અને મિસર જેવા દેશોમાં પગપેસારો કરી ચૂક્યું હતું.

સરકારે કહ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટને લશ્કર-એ-તૈયબ અને અલ કાદા જેવી આતંકવાદી સંસ્થાઓ સાથે સીધો સંબંધ છે. ભારતમાં પોતાની સુન્ની ઝનૂની વિચારધારાના પ્રસાર માટે આ આતંકવાદી સંસ્થા સોશ્યલ મિડિયાનો ગેરઉપયોગ કરી રહી હતી. જે તે રાજ્યોની ગુપ્તચર સંસ્થા ઉપરાંત કેન્દ્ર સરકારની સિક્યોરિટી વ્યવસ્થાને આ રાજ્યોની કેટલી વ્યક્તિઓ ઇસ્લામિક વિચારધારા સાથે સંમત થઇ હતી એની માહિતી મળી હતી.

મહત્વનું છે કે, ભાજપના સાંસદ વિનય પી સહસ્ત્રબુદ્વેના એક સવાલના લેખિત જવાબમાં કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન જી કિસન રેડ્ડીએ આ માહિતી આપી હતી. રેડ્ડીએ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષાને નક્કર માહિતી પ્રાપ્ત થઇ હતી કે કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેસ, મધ્ય પ્રદેશ, પશ્વિમ બંગાલ અને જમ્મૂ કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય હતું.

(સંકેત)