1. Home
  2. revoinews
  3. સોપોર: CRPF પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે નાગરિકોના મોત
સોપોર: CRPF પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે નાગરિકોના મોત

સોપોર: CRPF પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે નાગરિકોના મોત

0
  • જમ્મૂ કાશ્મીરના સોપોરમાં આતંકીઓએ સીઆરપીએફ પર કર્યો હુમલો
  • આ હુમલામાં બે જવાન શહીદ થયા અને એક જવાન ઇજાગ્રસ્ત
  • બે નાગરિકો પણ મોતને ભેટ્યા

જમ્મૂ કાશ્મીરમાં ફરી એકવાર સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં CRPF 179 બટાલિયનના બે જવાન શહીદ થઇ ગયા છે જ્યારે એક જવાનને ગંભીર ઇજા પહોંચી છે. આ ગોળીબારમાં બે નાગરિકો પણ મોતને ભેટ્યા છે. આતંકીઓએ પૂર્વ તૈયારી કરીને પેટ્રોલિંગ કરી રહેલી CRPFની ટીમ પર હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર સોપોરના મોડલ ટાઉનમાં CRPFની નાકા પાર્ટી પર બુધવારે સવારે આતંકવાદીઓ તરફથી ભીષણ ગોળીબાર શરૂ થઇ ગયો હતો. જેમાં ત્રણ જવાન અને બે નાગરિકોને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે જવાન શહીદ થયા તેમજ બે નાગરિકોના મોત નિપજ્યા છે.

હાલમાં સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે તેમજ જમ્મૂ કાશ્મીર પોલીસ, CRPF અને સેનાની તરફથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સંયુક્ત સર્ચ ઓપરેશનમાં આતંકીઓની શોધખોળ ચાલુ છે. અત્યારસુધી સેનાએ 48 આતંકીઓનો સફાયો કર્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.