Site icon hindi.revoi.in

દેશમાં 15 ઑક્ટોબરથી તાપમાનમાં થશે ઘટાડો, આ વર્ષે શિયાળાની મોસમ લાંબી રહેશે

Social Share

નવી દિલ્હી: દેશમાં ધીરે ધીરે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. દેશના ઉત્તર ક્ષેત્રના પહાડી અને મેદાની વિસ્તારમાં ચોમાસાની ઔપચારિક વિદાયની સાથે શિયાળાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે. આગામી શિયાળાની મોસમમાં કડકડતી ઠંડી પડશે. શિયાળો લાંબો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હવામાં ઘટતી આદ્રતા, સુકી હવા અને સ્પષ્ટ હવામાનને કારણે સ્પષ્ટ ઠંડીની લહેર શરૂ થઇ જાય છે.

શિયાળાની મોસમ આ વર્ષે લાંબી હશે. 15 ઑક્ટોબરથી તાપમાનમાં ઘટાડો નોંધાશે એવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ક્ષેત્રોમાં ભારે દબાણના કારણે હવાની ગતિ વધી છે.

આવનારો શિયાળો ખેતી માટે મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ વ્હીટ એન્ડ બારલે રિસર્ચના ડિરેક્ટર જેપી સિંહે કહ્યું છે કે, જલ્દી શિયાળો ચાલુ થશે અને આ લાંબો શિયાળાની રવિ પાક માટે આ સારો રહેશે. ચોમાસાના સારા વરસાદને કારણે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની માટીમાં ભેજ છે જેના કારણે ઘઉંનો પાક સારો થઈ શકે છે.

જો કે આનાથી વિરુદ્વ ઉત્તરના રાજ્યો પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્વિમ ઉત્તર પ્રદેશમાં સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ થયો છે. જેના કારણે પાણીના સ્તર નીચા છે. ઘઉં ઉત્પાદન માટે આ રાજ્યમાં ખેતી 100 ટકા સિંચીત છે.

(સંકેત)

Exit mobile version