1. Home
  2. revoinews
  3. આર્મીમાં મહિલાઓ માટે કમીશન લાગુ કરવા માટે સુપ્રીમે સરકારને 1 મહિનાનો વધુ સમય આપ્યો
આર્મીમાં મહિલાઓ માટે કમીશન લાગુ કરવા માટે સુપ્રીમે સરકારને 1 મહિનાનો વધુ સમય આપ્યો

આર્મીમાં મહિલાઓ માટે કમીશન લાગુ કરવા માટે સુપ્રીમે સરકારને 1 મહિનાનો વધુ સમય આપ્યો

0
  • સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં મહિલા અધિકારીઓને આર્મીમાં કમીશન આપવાનો ચુકાદો આપ્યો હતો
  • 17 વર્ષની કાયદાકીય લડાઇ બાદ સેનામાં મહિલાઓને સમાન હક મળ્યો છે
  • લાગૂ કરવા સરકારને ત્રણ મહિના અપાયા હતા પરંતુ કોરોનાને કારણે થઇ શક્યું નહીં

આજે કારકિર્દી માટેના દરેક ક્ષેત્રમાં મહિલા પુરુષ સમોવડી બની છે ત્યારે હવે આર્મીમાં પણ મહિલાઓની બરોબરીના હક્કના નિર્ણયને લાગુ કરવાની વિચારણા છે જો કે આ નિર્ણય લાગુ કરવામાં હજુ વિલંબ થશે. સુપ્રીમ કોર્ટે સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે. કોરોનાને કારણે સરકારે છ મહિના માંગ્યા હતા. કેન્દ્ર સરકારે રક્ષા મંત્રાલય મારફતે કોર્ટને કહ્યું કે પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. માત્ર ઔપચારિક આદેશ બહાર પાડવાનો બાકી છે.

17 વર્ષની કાયદાકીય લડાઇ પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં આર્મીમાં મહિલાઓને સમાન હક મળવાનો માર્ગ મોકળો બન્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જેઓ આ વિકલ્પને પસંદ કરવા ઇચ્છુક હોય, તેવી તમામ મહિલા અધિકારીઓને ત્રણ મહિનાની અંદર આર્મીમાં કાયમી કમીશન આપવામાં આવે.

આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા આર્મીમાં 14 વર્ષ સુધી શોર્ટ સર્વિસ કમીશનમાં સેવા આપી ચૂકેલા પુરુષોને જ સ્થાયી કમીશનનો વિકલ્પ મળતો હતો, પરંતુ મહિલાઓને આ હક ન હતો. બીજી તરફ વાયુસેના તેમજ નૌસેનામાં મહિલા અધિકારીઓને આ સ્થાયી કમીશન પ્રાપ્ત થઇ રહ્યું છે.

નોંધનીય છે કે, મહિલાઓ શોર્ટ સર્વિસ કમીશન દરમિયાન આર્મી સર્વિસ કોર, ઓર્ડિનેંસ, એજ્યુકેશન કોર, એડવોકેટ જનરલ, એન્જિનિયર, સિગ્નલ, ઈન્ટેલિજેન્સ, અને ઈલેક્ટ્રિક્સ-મિકેનિકલ એન્જિનિયર બ્રાન્ચમાં જ એન્ટ્રી લઈ શકતી હતી. તેને કોમ્બેટ સર્વિસિસ જેવી ઈન્ફેન્ટ્રી, આર્મ્ડ, તોપખાનું અને મેકનાઈઝ્ડ ઈન્ફેન્ટ્રીમાં કામ કરવાની તક અપાતી ન હતી. જો કે મેડીકલ કોર અને નર્સિંગ સર્વિસિસમાં આ નિયમ લાગુ ન હતો. તેમા મહિલાઓને કાયમી કમીશન મળે છે. તે લેફ્ટનેન્ટ જનરલની પોસ્ટ સુધી પણ પહોંચી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.